પ્રેમી હોય તો જોન જેવો

વેબ દુનિયા|

IFM
બિપાશા બાસુએ ઈબાહમ પોતાના જીવથી પણ વધુ વ્હાલી છે અને આ વાત તે ઘણીવાર કહી ચુકી છે. બોલીવુડમાં જ્યાં એકબાજુ થોડાક જ દિવસોમાં ગર્લફ્રેંડ/બોયફેંડ બદલાય જાય છે ત્યાં બિપાશા અને જોનની જોડી ફેવિકોલના મજબૂત જોડ જેવી પાક્કી છે.

તાજેતરમાં જ બિપ્સની 1999માં બનેલી જાહેરાતની ચર્ચા છે, જેમા બિપાશા ટોપલેસ જોવા મળી છે અને તેમનો પાછળનો ભાગ ખુલ્લો દેખાય રહ્યો છે. આ એડ અમેરિકા માટે બનાવવામાં આવી હતી, પરંતુ એક વેબસાઈટ પર હોવાને કારણે તેને ભારતના લોકો પણ જોઈ રહ્યા છે. એ સમયે બિપાશાની વય ઓછી હતી. તે મોડેલિંગની દુનિયામાં પોતાના પગ જમાવી રહી હતી, તેથી તેણે એ એડમાં કામ કર્યુ.
આ જોડીને નજર લગાવનારાઓએ વિચાર્યુ કે બિપાશાની આ એડથી જોન નારાજ થઈ જશે. આ જોડીમાં દરાર આવી જશે. પરંતુ જોને એવુ કહીને લોકોના ઈરાદા પર પાણી ફેરવી દીધુ કે બિપાશા આમા ખૂબ જ હોટ દેખાય છે. તેણે આ વાતનો કોઈ અફસોસ નથી કે બિપાશાએ આ જાહેરાત કરી છે.

જોને બતાવી દીધુ કે તે દરેક પગલે સેક્સી એક્ટ્રેસની સાથે છે અએન આ પ્રકારની વાતોથી તેમના સંબંધો પર કોઈ અસર થવાની નથી. બિપાશા તો એવુ જ કહી રહી હશે કે પ્રેમી હોય તો જોન જેવો.


આ પણ વાંચો :