બચાવો તમારા કોમ્પ્યુટરને આ સુપરસ્ટારોથી ...

નઇ દુનિયા|

N.D
ઈંટરનેટનો ઉપયોગ કરનારાઓ માટે એશ્વર્યા રાય બચ્ચનનુ નામ ખતરનાક થઈ ગયુ છે. નેટ પર તેના નામની શોધ કરનારાઓ વણનોતર્યા મહેમાનોને આમંત્રિત કરી શકે છે. આ વનનોતર્યા મેહમાન તમારુ કોમ્ય્પુટર બરબાદ કરી શકે છે. થોડા દિવસો પહેલા આવેલ એક રિપોર્ટના મુજબ નેત સર્ચના સંકટભરેલ નામોની યાદીમાં એશનુ નામ બીજા સ્થાન પર છે.

N.D
સુરક્ષા માટે કામ કરનારી કંપની મકૈફીએ થોડા દિવસો પહેલા આવા ખતરનાક નામોની વાર્ષિક યાદી રજૂ કરી છે આ યાદીમાં નોંધાયેલ નામ દ્વારા સર્ચ કરતા તમારા કોમ્પ્યુટરને વિવિધ ખતરનાક વાયરસ નિશાન બનાવી શકે છે, કે પછી અવાંછિત સાઈડ્સ ખુલી શકે છે. આશ્વર્યજનક રૂપે આ યાદીમાં ક્રિકેટર સિંહનુ નામ સૌથી ઉપર છે. એશ અને યુવી ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ત્રીજા અને ફિરકી બોલર સિંહ છઠ્ઠા સ્થાન પર છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોની માદક અભિનેત્રી નમિતા ચોથા અને શ્રેયા સરન પાંચમા સ્થાન પર છે. અસિનને આ યાદીમાં આઠમુ અને બિપાશાને નવમું સ્થાન મળ્યુ છે કપૂર દસમાં સ્થાન પર છે. ટેનિસ સનસની સાનિયા મિર્જા સાતમાં નંબર પર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કંપનીએ આવી જ યાદી અમેરિકી નામોને લઈને પણ તૈયાર કરી છે.


આ પણ વાંચો :