બરખા બિસ્ટને ટીવી સીરિયલ કેમ પસંદ નથી

Why Barkha Bisht Don't like serials

Last Modified ગુરુવાર, 5 જૂન 2014 (14:55 IST)
સંજયલીલા ભંસાલીની ફિલ્મ રામલીલામાં
રણવીરસિંહની ભાભીનો રોલ કરીને પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકેલી લોકપ્રિય ટીવી અભિનેત્રી બરખા બિસ્ટને ટીવી સીરિયલ પસંદ નથી અભિનેત્રીનું માનવું
છે કે ટેલીવિઝનની પ્રજ્ગતિઅ થઈ નથી,કેમકે લોકો દ્વ્રારા જોવામાં આવતા મનોરંજન કાર્યક્રમો એકસમાન જ હોય છે.

તેણીએ જણાવ્યું હતું કે મેં વિચાર્યું હતું કે ટીવીએ જોઈએ તેવી પ્રગતિ કરી નથી . ઘણા કાર્યક્રમો અલગ હોય છે તેમે છતાં લોકો દ્વ્રારા જોવામાં આવતા મોટા ભાગના મનૉરંજન કાર્યક્રમો સામન્ય સીરીયલની જેમ જ હોય છે.દુર્ભાગ્યવશ ટીવી વિષય વસ્તુના કેસમાં વધારે આગળ વધી શકયું નથી.

બરખાનું માનવું છે કે અભિનેતા અનિલ કપૂરનો 24 અને મહાનાયક અમિતાભ બચ્ચનનો આવનારો ટીવી કાર્યક્રમ યુદ્ધ દર્શકો માટે
સારો સાબિત થશે. હું નથી જાણતી કે ટીઆરપી અંગે કાર્યક્રમ 24 કેટલું સારું પ્રર્દશન કર્યું છે . મને આ કાર્યક્ર્મ પસંદ આવ્યો હતો.મારું માનવું છે કે અલગ પ્રકારના કાર્યક્ર્મો દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ.

બરખાએ કહ્યું હતું કે વર્તમાનમાં દર્શકોની વિચારશ્રેણી ખાસ પ્રકારના કાર્યક્ર્મો સાથે થંભી ગઈ છે . નિયમિત રૂપથી ચાલ્યા આવતા કાર્યક્ર્મોમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો હતો. ટીવી સીરિયલની સ્ટોરી સારી નહીં હોવાથી તે ધારાવાહીકોથી દૂર રહેતી હોંવાનું જણાવ્યું હતું .


આ પણ વાંચો :