રિતેશ ખોલશે ચા ની દુકાન

નઇ દુનિયા|

N.D
સાંભળવા મળ્યુ છે કે દેશમુખ ખોલવાની તૈયારી કરી રહ્યા છે. એવુ નથી કે તેમની ફિલ્મ ચાલી નથી રહી તેથી તેઓ પોતાનુ ઘર ચલાવવા ચા ની દુકાન ખોલશે. એવુ પણ નથી કે તેઓ કોઈ ફિલ્મી શૂટિંગ માટે ચા ની દુકાન ખોલી રહ્યા છે. હકીકત એ છે કે રિતેશ મોટી અને શાનદાર ચા ની દુકાન નહી દુકાનો ખોલવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેમની આ દુકાનો મોટા મોટા શહેરોમાં ખોલવામાં આવશે. જેમા જુદા જુદા પ્રકારની ચા મળશે.

આ ચા માં સ્પેશ્યલ રહેશે અસમની ચા, ગ્રીન ટી, મસાલા ટી વગેરે. આ પરથી કહી શકાય છે કે રિતેશ ટી સ્ટોલ્સ પર કેવી-કેવી ચા મળશે. હવે રિતેશ ચા વેચશે તો સારી ક્વોલિટીની જ વહેચશે. રિતેશ પોતે જ આર્કિટેક્ટ છે તેથી તેઓ આ દુકાનોની ડિઝાઈન જાતે જ બનાવી રહ્યા છે ટી સેંટર્સનુ નામ તેમણે પહેલાથી જ વિચારી રાખ્યુ છે 'ચાય પિયો જી'. હમણા નહી એ તો ટી સેંટર્સ ખુલી જાય પછી જ પીજો.


આ પણ વાંચો :