સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By એએનઆઇ|

સંજય દત્તના લગ્નમાં હિન્દુ કાયદો આવ્યો

સંજય દત્ત અને માન્યતાના લગ્ન પર સતત વિવાદોના વાદળો

PTIPTI

મુંબઇ(એજંસી) બોલીવુડ અભિનેતા સંજય દત્ત અને માન્યતાના લગ્ન પર સતત વિવાદોના વાદળો ઘેરાતા રહ્યાં છે. હવે આ બંન્નેએ હિન્દુ વિધી મુજબ કરેલા લગ્ન પણ ગેરકાનુની જાહેર થઈ શકે છે. સંજય અને માન્યતાએ 11મી ફેબ્રુઆરીના રોજ હિન્દુ વિધી મુજબ લગ્ન કર્યા હતાં અને તે પહેલાં જો માન્યતાએ હિન્દુ ધર્મ અંગીકાર નહીં કર્યો હોય તો હિન્દુ વિધી મુજબ આ બંન્નેના કરવામાં આવેલા લગ્ન પણ ગેરકાનુની જાહેર થઈ શકે છે.

ખ્યાતનામ વકિલ મ્રુનાલીની દેશમુખે જણાવ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ અનુસાર લગ્નના સમયે યુગલ હિન્દુ હોવું જોઈએ અને તો જ આ એક્ટ હેઠળ લગ્નને કાનુની માની શકાય. સંજય અને માન્યતાએ તેમનું લગ્ન જાહેરનામું પાછું ખેંચી લેવાની અરજી ગોવા રજીસ્ટ્રાર સમક્ષ કરી હોવા છતાં પણ જો હિન્દુ વિધી મુજબ તેમના લગ્ન ગેરકાનુની જાહેર થાય તો તેઓ હિન્દુ કાયદા મુજબ પતિ-પત્ની તરીકે નહીં રહી શકે.

સંજય અને માન્યતાએ સાતમી ફેબ્રુઆરીના રોજ સબ રજીસ્ટ્રાર ચંન્દ્રકાંત પીસ્સુરલેકર સમક્ષ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ મેરેજ રજીસ્ટ્રેશન દસ્તાવેજોમાં ખોટી વિગતો આપવામાં આવી હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.