મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સલમાનની હોટ અને સેક્સી ફિટનેસ ટ્રેનર કોણ ?

સલમાન ખાન
જ્યારથી કેટરિનાએ યશ રાજ બેનરની 'ધૂમ 3' સાઈન કરી છે ત્યારથી તે પોતાના ફિગર પર વધારે જ મહેનત કરી રહી છે. તેના આ નવા શોખને કારણે સલમાન ખાન પણ તેનો ફેન બની ગયો છે. સલમાન
P.R

ખાન કેટરિના ફિટનેસ પદ્ધતિથી એટલો પ્રભાવિત છે કે તેને લાગે છે કેટરિના તેની સારી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર બની શકે છે.

અત્યારે સલમાન ખાન અને કેટરિના કૈફ બેંગકોકમાં 'એક થા ટાઈગર'નું શૂટિંગ કરી રહ્યા છે. એક તરફ જ્યા સલમાન ખાન કેટરિનાને 'ધૂમ 3' માટે આકર્ષક ફિગર મેળવવામાં મદદ કરી રહ્યો છે તો બીજી બાજુ કેટરિના ધ્યાન રાખી રહી છે કે સલમાન ખાન પોતાના શરીર પર વધારે પડતો ભાર ન આપે. જેથી થોડા સમય પહેલા જ કરાયેલી તેની સર્જરીને કારણે દુ:ખાવો ન થાય.

સૂત્રએ જણાવ્યુ હતું કે, "કેરટિના પોતાની કસરત અને ફિટનેસ પદ્ધતિને ઘણી ગંભીરતાથી લે છે. અને તે અત્યારે ટ્રેનિંગમાં એટલી ઘણી ઊંડી ઉતરી ગઈ છે અને પોતાની ફિટનેસના બેસ્ટ સ્તરે છે ત્યારે સલમાન ખાન ઘણી વાર મજાકમાં કહે છે કે તેણે કેટરિના પાસેથી ટિપ્સ લેવી પડશે.'

"કેટરિના સલમાન ખાન વિશે પણ ચિતિંત રહે છે અને તે સતત સલમાનને તેનું ધ્યાન રાખવા માટે કહેતી રહે છે."

યુનિટના એક સભ્યએ જણાવ્યા હતું કે કઈ વાતને લઈને સલમાન મજાક કરે છે. "સલમાન કેટરિનાને સૌથી હોટ ફિટનેસ ઈન્સટ્રક્ટર હોવાનું કહીને ચીડવે છે."