શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2016 (16:44 IST)

સહેલાણીઓ માટે નવું નજરાણુ - વિવેક ઓબેરોય અમદાવાદમાં આર્ટિફિશિયલ બીચ બનાવશે

બોલીવુડના અભિનેતા વિવેક ઓબેરોય અમદાવાદમાં આર્ટિફિશ્યલ બીચ બનાવવાની જાહેરાત રવિવારે કરી હતી. બોલીવુડની ફિલ્મો અને સિરિયલોમાં કામ કરતા ગુજરાતી કલાકાર – કસબીઓને સન્માનવા માટે રવિવારે રાત્રે અમદાવાદમાં યોજાયેલા નવમા ગૌરવવંતા ગુજરાતી અવોર્ડ – ૨૦૧૬માં ખાસ ઉપસ્થિત રહેલા વિવેક ઓબેરોયે અમદાવાદના શહેરીજનો સમક્ષ સ્ટેજ ઉપરથી જાહેરાત કરતાં કહ્યું હતું કે 'હું અમદાવાદમાં આર્ટિફિશ્યલ બીચ બનાવીશ, જેમાં ૧૭૦ ફુટ લાંબો વેવ–પુલ હશે અને અગામી નવરાત્રિ સુધીમાં બીચ તૈયાર થઈ જશે. આ આર્ટિફિશ્યલ બીચ સહેલાણીઓ માટે એક નજરાણું બની રહે એવો બનશે.' વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરતાં વિવેક ઓબેરોયે કહ્યું હતું કે તેઓ જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મેં અહીં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તેણે ગુજરાતીઓની વેપારી તરીકેની સ્કિલની પ્રશંસા કરી હતી. ગૌરવવંતા ગુજરાતી અવોર્ડના આયોજક અત્રીશ ત્રિવેદી અને ગ્રીષ્મા ત્રિવેદીએ વિવેકનું ખાસ સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ સમારંભમાં બોલીવુડની જાજરમાન અભિનેત્રી ઐરવર્યા રાય બચ્ચન પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહી હતી અને અભિનેતા રણદીપ હૂડા સાથે આ સમારંભમાં 'સરબજિત'નું પ્રમોશન કર્યું હતું