ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

હેપી બર્થ ડે પ્રિયંકા ચોપડા Happy Birthday Priyanka chopra

11 વર્ષ પહેલા ઝારખંડની એક 17 વર્ષની છોકરીએ લંડનમાં આયોજીત 50મો મિસ વર્લ્ડ એવોર્ડ જીતીને દેશનુ ગૌરવ વધાર્યુ હતુ. ત્યારથી તે સફળતાની શિખર પર ચઢતી ગઈ છે. જી હા, અમે વાત કરીએ છીએ આજના દરેક યુવાનના દિલ પર રાજ કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની જે આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે ભારતને મિસ વર્લ્ડ એવોર્ડ અપાવ્યો એ વાત તો આજે કદાચ જૂની થઈ ગઈ પરંતુ આ સુંદર અભિનેત્રી પોતાના શ્રેષ્ઠ અભિનય દ્વારા આજે પણ બોલીવુડમાં રાજ કરી રહી છે.

સન્ની દેઓલ સાથેની ફિલ્મ 'ધ હીરો' દ્વારા તેણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે બોલીવુડની અનેક ફિલ્મોમાં પોતાના અદ્દભૂત અભિનય દ્વારા ટોચના સ્થાન પર પહોંચી. તેની શ્રેષ્ઠ ફિલ્મોમાં - મુઝસે શાદી કરોગી, ઐતરાજ, વક્ત, બરસાત. બ્લફમાસ્ટર, ડોન, ફેશન, દોસ્તાના, કમીને અને અંજાના અંજાની, નો સમાવેશ થાય છે. આ વર્ષે રજૂ થયેલ તેની ફિલ્મ 'સાત ખૂન માફ'માં પણ તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી.

પ્રિયંકા આ વર્ષે ઘણી ફિલ્મો રજૂ થવાની છે. જેમા ડોન 2, અગ્નિપથનુ નવુ સંસ્કરણ 'બર્ફી', ક્રિશ 2' અને શાહિદ કપૂરની સાથે કુણાલ કોહનીની આગામી ફિલ્મનો સમાવેશ છે. તે શાહરૂખની મોટા બજેટવાળી ફિલ્મ 'રો વન'માં પણ એક નાનકડા રોલમાં જોવા મળશે.

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને તેમના જન્મદિવસની ઘણી શુભેચ્છા અને તે આવનારા વર્ષોમાં પોતાના અભિનય દ્વારા વધુ પ્રશંસા મેળવે.