રસેલ બ્રાંડ કામસૂત્રમાં જણાવેલ બધી જ સેક્સ પોઝિશન અજમાવશે !!

વેબ દુનિયા|

P.R
રસેલ બ્રાન્ડે ખુલાસો કર્યો છે કે તે ઉનાળો પૂરો થાય તે પહેલા જ ભારતીય હિન્દુ પુરાણ કામસૂત્રમાં જણાવેલી અજમાવવા માંગે છે.

એક્ટર-કોમેડિયન રસેલ 2000 વર્ષ જૂની ટિપ્સ ઉપયોગમાં લેવા માંગે છે.

સૂત્રએ જણાવ્યા અનુસાર, "રસેલે ઉનાળાની શરૂઆતમાં જ કામસૂત્રની એક કોપી લીધી હતી. તેણે પોતાની જાતને પડકાર આપ્યો છે કે તે ઉનાળો પૂરો થાય તે પહેલા આખુ પુસ્તક વાંચશે અને તેની બધી જ પોઝિશન ટ્રાય કરશે. આ તેનો ઘણા લાંબા સમયનો લક્ષ્ય હતો. અને હવે તે સિંગલ છે તો તે આ કરવાનો જ છે."
સૂત્રએ જણાવ્યુ હતું કે, "રસેલે મને કહ્યુ હતું કે, આ 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' નામના પુસ્તકનું વ્યાવસાયિક વર્જન છે."

"તે બહુ સરળતાથી કંટાળી જાય છે અને તેને પોતાની જાતને મનોરંજન પૂરુ પાડવું ગમે છે. તે પોતાના માટે નાના નાના પડકારો મૂકતો રહે છે જે તેને વ્યસ્ત રાખે."

સૂત્રએ ઉમેર્યું હતું કે, "તેણે કહ્યુ હતું કે આ એક અલ્ટિમેટ સેક્સ્યુઅલ ચેલેન્જ હશે. પણ પોતાની જાત સાથે ન્યાયિક બનવા માટે તે પુસ્તકની બધી ફિલોસોફી પણ જાણવા માંગે છે અને સાથે સાથે મજા પણ માણવા માંગે છે."


આ પણ વાંચો :