સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 18 ડિસેમ્બર 2022 (11:40 IST)

'અવતાર 2' જોવા ગયેલા એક વ્યક્તિનું ફિલ્મની વચ્ચે જ મોત

'અવતાર 2' જોવા ગયેલા એક વ્યક્તિનું ફિલ્મની વચ્ચે જ મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જોતી વખતે તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો અને તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. અહેવાલો અનુસાર, લક્ષ્મીરેડ્ડી શ્રીનુ નામનો વ્યક્તિ તેના ભાઈ રાજુ સાથે પેડ્ડાપુરમના એક થિયેટરમાં હોલીવુડ ફિલ્મ અવતાર 2 જોવા ગયો હતો.
 
તાજેતરમાં આંધ્રપ્રદેશના કાકીનાડામાં ફિલ્મ 'અવતાર 2'ની રિલીઝ દરમિયાન એક દુઃખદ ઘટના બની. 'અવતાર 2' જોવા ગયેલા એક વ્યક્તિનું ફિલ્મની વચ્ચે જ મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જોતી વખતે તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો અને તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.
 
ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, ફિલ્મ જોતી વખતે લક્ષ્મીરેડ્ડી અચાનક બેહોશ થઈ ગયા અને જમીન પર પડી ગયા. લક્ષ્મીરેડ્ડીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.