શુક્રવાર, 24 માર્ચ 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: શનિવાર, 17 ડિસેમ્બર 2022 (09:49 IST)

સોશિયલ મીડિયા પર ‘બૉયકૉટપઠાન’ ટ્રેન્ડ બાદ શાહરુખ ખાને ‘સંકીર્ણતા’ અંગે શું કહ્યું?

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુરુવારે બોલીવૂડના ઍક્ટરો અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સોશિયલ મીડિયા અને વાણીની સ્વતંત્રતા વિશે વાત કરી હતી.
 
અમિતાભ બચ્ચને આ પ્રસંગે વાત કરતાં કહ્યું હતું કે, “હાલ પણ, નાગરિક અધિકારો અને વાણી સ્વાતંત્ર્ય અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.”
 
આગામી સમયમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ રિલીઝ થવાની છે, ‘પઠાન’ની રિલીઝ પહેલાં તેના ગીતને લઈને વિવાદ સર્જાતાં સોશિયલ મીડિયા પર ‘બૉયકૉટ પઠાન’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
 
આ સમારોહ દરમિયાન શાહરુખ ખાને ‘કેવી રીતે સોશિયલ મીડિયા વિચારોની સંકીર્ણતાથી ફૂલીફાલી રહ્યું છે’, એ મુદ્દે વાત કરી હતી.
 
તેમણે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, “સિનેમા અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી અભિવ્યક્ત થતાં વિચારો એ હાલના સમયમાં માનવીય અભિવ્યક્તિ અને અનુભવોનો મુખ્ય ભાગ બની ગયા છે. આપણા સમયની સામૂહિક પરિદૃશ્ય સોશિયલ મીડિયાથી ઘડાઈ રહ્યું છે. અને હવે જ્યારે એવું મનાય છે કે સોશિયલ મીડિયાનો પ્રસાર કદાચ સિનેમા પર નકારત્મક અસર ઉપજાવશે તેવા સમયે હું માનું છે કે સિનેમાની ભૂમિકા વધુ મહત્ત્પૂર્ણ બની જાય છે.