ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (13:49 IST)

The exorcist 1973- આ શાપિત ફિલ્મની શૂટિંગના દરમિયાન થઈ હતી 20ની મોત, જોનારાઓને આવ્યો હાર્ટ એટેક

The exorcist Movie 1973 - અમે તમને એક ફિલ્મની વાર્તા કહી રહ્યા છીએ! તો કહો કે એક એવી ફિલ્મ છે જેને લોકો શ્રાપ માને છે. તેનું કારણ એ છે કે આ ફિલ્મ એટલી ડરામણી હતી કે તેને જોનારા ઘણા લોકોને સિનેમાઘરોમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. સ્થિતિ એવી હતી કે અમેરિકામાં ફિલ્મ હોલની બહાર એમ્બ્યુલન્સ ઊભી રહેતી કે કોને ક્યારે જરૂર પડશે.
 
શાપિત છે હોરર ફિલ્મ 'ધ એક્સોસિસ્ટ'?
વર્ષ 1973માં હોલીવુડની હોરર ફિલ્મ 'ધ એક્સોર્સિસ્ટ' વિશે એવું કહેવાય છે કે ફિલ્મ સમીક્ષકો તેને જોવા માટે સિનેમા હોલમાં પહોંચી ગયા હતા અને ફિલ્મ શરૂ થયાના થોડા જ સમયમાં ત્યાંથી ભાગી ગયા હતા. વિલિયમ ફ્રીડકીનની આ હોરર ક્લાસિક એક દુષ્ટ આત્માથી ગ્રસ્ત છોકરીની વાર્તા હતી. તેના દ્રશ્યો એટલા ડરામણા હતા કે ફિલ્મ હોલમાંથી માત્ર ચીસો સંભળાતી હતી. ટૂંક સમયમાં જ ''ધ એક્સોસિસ્ટ ને લઈને દુનિયાભરમાં સમાચાર તીવ્રતાથી ફેલવા લાગ્યા. 
 
ફિલ્મ જોનારાઓને આવ્યો હતો હાર્ટ એટેક 
હોરર ફિલ્મ 'ધ એક્ઝોર્સિસ્ટ' અંગે યુકેના ફેરાઉટ મેગેઝીને દાવો કર્યો છે કે શૂટિંગ શરૂ થતાની સાથે જ વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. આ ફિલ્મને શાપિત ગણવામાં આવી હતી. શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગી હતી અને આખા શૂટમાં માત્ર બેડરૂમ જ બચી ગયો હતો જ્યાં હોરર સીન શૂટ કરવામાં આવ્યા હતા. આ સાથે દાવો કરવામાં આવે છે કે ફિલ્મના નિર્માણ દરમિયાન તેની સાથે જોડાયેલા 20 લોકોના અલગ-અલગ કારણોસર મોત થયા હતા.