શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Periods- આ ઋષિના શ્રાપના કારણે મહિલાઓને હોય છે માસિક ધર્મ

Astro upay 
પીરિયડ્સ વિશે શું કહે છે અન્ય ધર્મો? શું ખરેખર સ્ત્રી હોય છે અપવિત્ર?
શું ખરેખેર સ્ત્રી અપવિત્ર હોય છે?
માસિક ધર્મમાં રસોડામાં ન જવું, પૂજા પાઠથી દૂર રહેવું, મંદિરમાં પ્રવેશ ન કરવું, પીરિય્ડસનો દુખાવો, ડાઘ લાગવાની બીક એક સામાન્ય છોકરી દર મહીને એક લડાઈ લડે છે. ભારતમાં કે છોકરીઓ પીરિયડસમાં હોય છે તેમને રસોડામાં પ્રવેશ કરવા નથી દેતા 
થોડા દિવસો પહેલા મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે વિવાદ થયા હતા.  મહિલાઓને માસિક ધર્મ શા માટે હોય છે આ વિશે એક પૌરાણિક કથા મળી આવે છે. હિદુ ધર્મમા સ્ત્રીઓને પીરિયડસ આવવાનો અર્થ છે કે તેણે બ્રહ્મહત્યાનુ પાપ કર્યુ છે. 
 
કથા પ્રમાણે એક વાર ઈન્દ્રદેવથી બ્રહ્મજ્ઞાની હત્યા કરી નાખી હત્યા કરવાથી પહેલા ઈંન્દ્ર તે બ્રહમજ્ઞનીને ગુરૂ માનતા હતા અને ગુરૂની હત્યા કરવા મોટુ પાપ છે આ કારણે તેણે બ્રહ્મહત્યાનો દોષ પણ લાગ્યો. 
આ પાપ એક ભયાનક રાક્ષસના રૂપમાં તેનો પીછો કરવા લાગ્યો કોઈ રીતે ઈંદ્રએ પોતાને એક ફૂલમાં ઘણા વર્ષો છુપાવી અને ભગવાન વિષ્ણુની તપસ્યા કરતા રહ્યા. ભગવાન વિષ્ણુએ તે પાપથી મુક્તિ માટે એક ઉપાય આપ્યો. ઉપાય મુજબ ઈંદ્રએ ઝાડ,જળ અને ધરતીને તેમના પાપનો થોડો થોડો ભાગ આપવા મનાવ્યા. ઈંદ્રની વાત સાંભળી તે તૈયાર થઈ ગયા ઈંદ્રએ તેને એક એક વરદાન આપવા કહ્યુ. 
 
ભગવાને ઈન્દ્રને આ પાપનો કેટલોક ભાગ વૃક્ષ, પૃથ્વી, પાણી અને સ્ત્રીને આપવા કહ્યું. આ ચારોએ ઈન્દ્રની વિનંતી સ્વીકારી અને તેને પોતાના માટે વરદાન માંગ્યું. આ પાપના એક ભાગના બદલામાં, વૃક્ષને એક વરદાન મળ્યું કે તે કોઈપણ સમયે પોતાને પુનર્જીવિત કરી શકે છે. પાણીને એવું વરદાન મળ્યું કે તે કોઈપણ વસ્તુને સાફ કરી શકશે. પૃથ્વીને વરદાન મળ્યું કે તેની બધી ઈજાઓ આપોઆપ મટી જશે. અને અંતે, સ્ત્રીને ઇન્દ્રના શ્રાપ તરીકે માસિક સ્રાવનો ત્રાસ મળ્યો, જેના માટે ઇન્દ્રએ સ્ત્રીને વરદાન આપ્યું કે તે પુરુષો કરતાં બમણું સેક્સ એટલે કે શારીરિક સંબંધનો આનંદ માણી શકશે.