શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (14:21 IST)

આપણી ભાવનાઓ અને પરંપરાઓને ખરાબ દેખાડે એ ફિલ્મ રીલિઝ ના થવી જોઈએઃ રાજ ભા ગઢવી

શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે. ગઈ કાલે જ શાહરૂખે કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં આ બાબતે નિવેદન આપ્યું હતું કે, આપણે બધાએ પોઝિટીવ રહેવાનું છે. ત્યારે ગુજરાતમાં પણ લોક કલાકારો શાહરૂખની આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. લોક ગાયક રાજ ભા ગઢવીએ એક વીડિયો શેર કરીને પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમણે ગુજરાતમાં આ ફિલ્મને રીલિઝ થતાં અટકાવવાની માંગ કરી છે. શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને રાજભા ગઢવીએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિષો થતી આવે છે. તેમણે કહ્યું કે, શાહરૂખની પઠાણ ફિલ્મની અભિનેત્રીએ એવા કપડાં પહેર્યાં છે જેનાથી આપણી પરંપરાને ખરાબ દેખાડવામાં આવી છે. આપણી ભાવનાઓ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડ વાળાઓએ નક્કી કરી લીધું છે. આ ગીત કે આ ફિલ્મને ગુજરાતમાં રીલિઝ ના થવા દેવી જોઈએ. હવે આ બિલકુલ સહન કરવાનું નથી. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો. આ ફિલ્મને આખા દેશમાં રીલિઝ નથી થવા દેવાની. મારે વધારે કંઈ કહેવું નથી. 28માં કોલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાને હાજરી આપી હતી અને તેમને જોઈને  ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આગામી ૨૫ જાન્યુઆરીએ તેમની ફિલ્મ 'પઠાણ' રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલા ફિલ્મ પઠાણનું એક સોન્ગ રિલીઝ થયું હતું અને તે રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાની નેગેટિવ વાતો પણ જયારે સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે ત્યારે આજે કોલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં પઠાણ વિવાદ પર શાહરૂખે આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયાઆપી હતી. તેમણે આ વિવાદ પર જવાબ આપતા કહ્યું હતું કે, " દુનિયા ગમે તે બોલે પણ હજુ તમે, હું આપણે સૌ પોઝિટિવ છીએ"