સેફ અલી ખાન પર હુમલો કરનારા શંકાસ્પદની તસ્વીર આવી સામે, CCTV માં કેદ થઈ ફોટો
સૈફ અલી ખાન પર તેના મુંબઈના ઘરે એક ચોરે છરી વડે હુમલો કર્યાના કલાકો પછી, આરોપીનો પહેલો ફોટો સામે આવ્યો છે. બુધવારે રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર પર હુમલો કરનાર આરોપીનો સીસીટીવી ફોટો મળી આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, જે દર્શાવે છે કે તે 16 જાન્યુઆરીના રોજ સવારે 2:33 વાગ્યે બિલ્ડિંગની સીડી પર હતો. સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસને સીસીટીવી ફૂટેજમાંથી પહેલો અને મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. ગુરુવારે મધ્યરાત્રિએ મુંબઈના બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે. ચોરીના ઇરાદે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરે આવ્યો હતો.