બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (13:19 IST)

એશ્વર્યા રાય-અભિષેક બચ્ચને ડાયવોર્સની અફવાઓ પર લગાવ્યુ ફુલ સ્ટોપ, સાથે કરી પાર્ટી, 90ની હસીનાઓ સાથે લીધી સેલ્ફી

aish abhishek
aish abhishek
એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી જોરો પર હતા. દરેક બાજુ એ જ ચર્ચા હતી કે બચ્ચન પરિવારમાં ફૂટ પડી ચુકી છે અને એશ્વર્યા અભિષેક દરેક જગ્યાએ જુદા જુદા જ જોવા મળી રહ્યા હતા. પછી ભલે એ કોઈ ફંક્શન હોય કે ઈવેંટ, એશ્વર્યા-અભિષેક દરેક સ્થાને જુદી જુદી હાજરી આપતા જોવા મળ્યા.  એટલુ જ નહી બંનેયે સાથે ફોટો પણ ક્લિક ન કરાવ્યો.  પણ હવે બોલીવુડ કપલની એવી ફોટો સામે આવી છે જેને જોયા બાદ એશ્વર્યા-અભિષેક વચ્ચે બધુ ઠીક ન હોવાની વાત કહેનારાઓના મોઢા પર તાળુ લાગી જશે. 
 
 એશ્વર્યા-અભિષેકે સાથે જ કરી પાર્ટી 
એશ્વર્યા-અભિષેકે તાજેતરમાં જ એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા. આ ઈવેંટથી બંનેની તસ્વીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેની આ ફોટો સામે આવ્યા બાદ તેમની ડાયવોર્સની અફવાઓ ખોટી સાબિત થતી જોવા મળી રહી છે.  ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે, જેમા અભિષેક-એશ્વર્યા સાથે સેલ્ફી માટે પોઝ આપતા જોઈ શકાય છે. આ ફોટો જોયા પછી કપલ્સના ફેંસ ખૂબ ખુશ છે.