સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2024 (13:08 IST)

24 વર્ષની અભિનેત્રીને ખેંચી ગઈ સમુદ્રની લહેરો, દરિયાકિનારે બેસીને કરી રહી હતી યોગા, મોતનો ખતરનાક વીડિયો વાયરલ

Kamilla Belyatskaya
Kamilla Belyatskaya
સોશિયલ મીડિય પર 24 વર્ષની રશિયન અભિનેત્રી કમિલા બ્લેયાત્સકાયાનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈનુ પણ હ્રદય કાંપી જાય. વાયરલ વીડિયોમાં અભિનેત્રીના મોતનુ દ્રશ્ય જોઈ શકાય છે. વીડિયો થાઈલેન્દના કોહ સમુઈનો છે. જ્યા અભિનેત્રી વેકેશન માટે ગઈ હતી.  કમિલા જે સમયે આ દુર્ઘટનાનો ભોગ બની ત્યારે તે યોગા કરી રહી હતી. પોતાની થાઈલેંડ ટ્રિપ દરમિયાન અભિનેત્રી કોહ સમુદ્રના પત્થર પર બેસીને યોગ કરી રહી છે. ત્યારે અચાનક સમુદ્રમાં વિશાળ મોજાઓ ઉછળ્યા અને કેમિલા કંઈ સમજે એ પહેલા જ તેને વહાવીને લઈ ગયા.  
 
અભિનેત્રી એક પત્થર પર બેસીને કરી રહી હતી  યોગ 
વાયરલ વીડિયોમાં અભિનેત્રી સમુદ્રની વચ્ચે મોટા પત્થર પર બેસીને યોગ કરતી જોઈ શકાય છે. આ દુર્ઘટના પહેલા  કામિલાએ આ જગ્યાની સુંદરતા દર્શાવતી એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેને કોહ સમુઈ સ્થાન મારા જીવનની સૌથી બેસ્ટ જગ્યા છે.  
 
અભિનેત્રીના મોતનો ખોફનાક વીડિયો થયો  વાયરલ  
અભિનેત્રીના મોતનો ખોફનાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ખતરનાક વેબ પરિસ્થિતિને કારણે સર્ચ ઓપરેશન થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં અભિનેત્રીનો મૃતદેહ એ પત્થરથી ત્રણથી ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો, જેના પર અભિનેત્રી બેસીને યોગ કરી રહી હતી.

 
કમિલા તેના બોયફ્રેન્ડ સાથે વેકેશન માટે ગઈ હતી
કમિલા તેના બોયફ્રેન્ડ સાથે થાઈલેન્ડમા રજાઓ માણવા ગઈ હતી. તે અવારનવાર આ જગ્યાની મુલાકાત લેતી હતી, કારણ કે તેને આ જગ્યા ખૂબ ગમતી હતી. તેણે  તેને 'પૃથ્વી પરનું શ્રેષ્ઠ સ્થળ' કહ્યું. આ ઘટના બાદ, સ્થાનિક સત્તાવાળાઓ એક્શનમાં આવ્યા અને  આ વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધિત કર્યો, સ્થાનિક મીડિયા અનુસાર. "ચોમાસાની ઋતુ દરમિયાન, અમે પ્રવાસીઓને સતત ચેતવણી આપીએ છીએ, ખાસ કરીને ચાવેંગ અને લામાઈ બીચ જેવા ઉચ્ચ જોખમ વાલા ક્ષેત્રોમાં..  જ્યા રેડ ફ્લેગ પાણીમાં ન ઉતરવાના સંકેત આપે છે.