મારી પૉપુલરિટી હજમ ન થઈ, પોતાના બ્રેકઅપ પર પહેલીવાર બોલી અનન્યા પાંડે
જ્યારથી અનન્યા પાંડે અભિનેત્રી બની છે ત્યારથી તેના રોમાંટિક સંબંધો લોકોની નજરમાં છે. જો કે અનન્યાએ ક્યારે પણ પોતાના સંબંધો વિશે સીધી રીતે ખુલીને વાત નથી કરી પણ પ્રશંસક આ વાત પર નજર રાખે છે કે તે કોને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ એક ઈંટરવ્યુમાં અનન્યાએ જણાવ્યુ કે કેવી રીતે તે ખુદને પોતાના સંબંધોમાં સંપૂર્ણ રીતે ડુબાડી દેવાનુ પસંદ કરે છે અને અહી સુધી કે ખુદને બદલવાની વાત પણ સ્વીકાર કરી જેથી તે કામ કરી શકે. એ જ વાતચીતમાં તેણે યુવકોમાં ગ્રીન ફ્લેગ જોવા વિશે પણ વાત કરી. સાથે જ અનન્યાએ જણાવ્યુ કે છોકરાઓને છોકરીઓની પોપુલારિટી હજમ થતી નથી.
મારા સંબંધો તૂટવામાં પણ આ એક મોટુ કારણ હતુ. અનન્યાએ રાજ શમાનીથી પોડકાસ્ટ પર વાત કરતા કહ્યુ, મને નથી લાગતુકે તમે કોઈ સંબંધમાં તરત કોઈ રેડ ફ્લેગ જુઓ છો. જ્યારે તમે કોઈ સંબંધમાંથી બહાર થાવ છો તો એ સમયે તમને એહસાસ થાય છે કે તેને વધુ સારો બનાવી શકાતો હતો. જો હુ કોઈ સંબંધમાં છુ તો હુ તેને ઉકેલવા અને તેને ટકાવી રાખવા બધુ જ કરીશ. હુ લોકોમાં બેસ્ટ જોઉ છુ અને પોતાનુ બેસ્ટ આપવાની કોશિશ કરુ છુ. એક સબંધમાં મારુ બધુ જ આપુ છુ પણ હુ મારા સાથી પાસેથી પણ આ જ આશા રાખુ છુ. મારા માટે અડધા અધૂરા મનથી કામ નથી ચાલતુ. જો તમે કોઈ સંબંધમાં છો તો તમારે વફાદારી અને સમ્માન બતાવવુ પડશે.
મિત્ર હોવો ખૂબ જરૂરી
અનન્યાએ આ વાત પર પણ જોર આપ્યુ કે રોમાંટિક પાર્ટનર માટે મિત્રો હોવો જરૂરી છે અને કહ્યુ કે એકબીજાને આંકવાથી ગભરાવવુ ન જોઈએ. પણ અનન્યાએ શેયર કર્યુ કે ભૂતકાળમાં એવા ઉદાહરણ છે જ્યા તેણે જોયુ કે તેણે પોતાના મિત્ર માટે પોતાને કેટલી બદલી નાખી છે. અનન્યાએ કહ્યુ કે તમે સંબંદની શરૂઆતમાં પ્રભાવિત કરવા માટે આવુ બધુ કરો છો અબ્ને તમને અહેસાસ પણ નથી થતો કે તમે તમારા પાર્ટનર માટે કેટલા બદલાય રહ્યા છો. જ્યારે તેને પુછવામાં આવ્યુ કે શુ તેમણે ક્યારે સંબંધોમાં સમજૂતી કરી છે. તો તેમણે જવાબ આપ્યો આપણા બધામાં થોડો ઘણો સંબંધ હોય છે. હુ એક એવા રિલેશનમાં રહી છુ જ્યા મે ખુદને ઘણી બદલી છે પણ એટલી પણ નહી કે તે ખરાબ થઈ જાય.