બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2024 (17:35 IST)

Aryan Khan Debut: 2025 માં બોલીવુડ ડેબ્યુ કરશે શાહરૂખ ખાન પુત્ર આર્યન, સ્ટાર કિડ માટે કંગના રનોતે કરી મોટી વાત

Aryan Khan Debut in Bollywood: બોલીવુડના બાદશાહ શાહરૂખના પુત્ર આર્યન ખાન ઈંડસ્ટ્રીમા પગ મુકવા જઈ રહ્યો છે.  શાહરૂખે 19 નવેમ્બરના આર્યનના બોલીવુડ ડેબ્યુનુ એનાઉંસમેંટ કર્યુ છે. શાહરૂખે 19 નવેમ્બરના રોજ આર્યનના બોલીવુડ ડેબ્યુનુ એનાઉંસમેંટ કર્યુ છે.  આર્યન ખાન કોઈ અભિનેતાની જેમ નહી પણ એક ડાયરેક્ટર ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. જ્યા એક વધુ ફિલ્મી જગતના અનેક સિતારા શાહરૂખ અને તેમના પુત્રને અનેક શુભેચ્છા આપી રહ્યા છે.  બીજી બાજુ સ્ટાર કિડ્સને નિશાના પર રાખનારી અભિનેત્રી કંગના રનૌતે પણ આના પર રિએક્શન આપ્યુ છે.

  
 
કંગનાએ આર્યન માટે લખી પોસ્ટ 
ઉલ્લેખનીય છે કે આર્યન ખાને નેટફ્લિક્સ માટે એક વેબ સીરીઝનુ ડાયરેક્શન કર્યુ છે વર્ષ 2025માં આવશે અને તેનાથી તેનુ ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ થશે. બીજી બાજુ નિર્દેશકના રૂપમાં શરૂઆત કરવા જઈ રહેલ આર્યનને લઈને અભિનેત્રી સાંસદ કંગનાએ પહેલીવાર તેના વખાણ કર્યા છે. આમ તો કંગનાને બોલીવુડ સ્ટાર કિડ્સ જરાપણ ગમતાનથી પણ શાહરૂખ ખાનના પુત્રના ડેબ્યુ માટે તેમન સુર બદલાય ગયા છે. 
 
આર્યન ખાનનુ કર્યુ સ્વાગત 
અભિનેત્રીએ આર્યનનુ ઈંડસ્ટ્રીમાં સ્વાગત કરતા ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે જેમા તેમણે ખૂબ વખાણ કર્યા છે. તેમણે લખ્યુ આ ખૂબ સારી વાત છે કે ફિલ્મી બૈકગ્રાઉંડમાંથી આવનારા બાળકો ફક્ત મેકઅપ કરવા, વજન ઘટાડવા,  તૈયાર થવા અને ખુદને અભિનેતા સમજવાની ઈચ્છાથી આગળ વધી રહ્યા છે. 
 
કંગનાએ આગળ લખ્યુ - અમે સામુહિક રૂપથી ભારતીય સિનેમાના માનકોને વધુ ઉપર ઉઠાવવા પડશે. જેમની પાસે સંસાધન છે તેઓ મોટેભાગે સહેલા રસ્તા પસંદ કરે છે. અમને કેમેરા પાછળ વધુ લોકોની જરૂર છે. આ સારી વાત છે કે આર્યન એ રસ્તા પર આગળ આવી રહ્યો છે જેને ઓછા લોકો પસંદ કરે છે. એક રાઈટર અને ફિલ્મમેકરના રૂપમાં તેમના ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 
 
2025માં આવશે આર્યનની સીરીઝ 
આર્યન ખાનના ડાયરેક્ટોરિયલ ડેબ્યુની વાત કરીએ તો તેમની નેટફ્લિક્સની સીરીઝ 2025માં રજુ થશે. શાહરૂખ ખાન પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એંટરટેનમેંટ અને નેટફ્લિક્સે મળીને બનાવ્યુ છે તેનુ નિર્માણ ગૌરી ખાને કર્યુ છે.  હાલ આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી સામે આવી નથી. પણ 2025માં તેના વિશે મેકર્સ જલ્દી ખુલાસો કરશે.