બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (17:10 IST)

Good News : ‘પુષ્પા’ પછી અલ્લુ અર્જુનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર થશે રિલીઝ, 2020 માં તેલુગુ ઈંડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી

‘પુષ્પા: ધ રાઇઝ’ (Pushpa : The Rise)ની રિલીઝ પછી અલ્લુ અર્જુન (Allu Arjun) સતત લાઇમલાઇટમાં છે. તેમની આ ફિલ્મનો ધમાકો હજુ પણ કાયમ છે. પુષ્પાની રિલીઝ બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. પુષ્પાની લોકપ્રિયતા જોઈને આલા વૈકુંઠપુરમુલ્લુ (Ala Vaikunthapurramuloo) ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મનું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેતાની 'આલા વૈકુંઠપુરરામુલુ' 2020 માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને તે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મ હાલમાં Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે અને તે 2020 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી.

 
'આલા વૈકુંઠપુરમુલ્લુ' આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ 
 
અલા વૈકુંઠપુરમુલ્લુ એ ત્રિવિક્રમ નિવાસન દ્વારા દિગ્દર્શિત કોમર્શિયલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે. અલ્લુ અર્જુનની પુષ્પા સ્મેશ હિટ બની છે તેથી નિર્માતાઓએ આલા વૈકુંઠપુરમુલ્લુને હિન્દીમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે  ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, "અલ્લુ અર્જુન: પુષ્પા પછી, અલા વૈકુંઠપુરરામુલુનું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે". આ ફિલ્મમાં તબ્બુ, જયરામ, સુશાંત, નિવેથા પેથુરાજ, નવદીપ અને રાહુલ રામકૃષ્ણ પણ મહત્વની ભૂમિકામાં હતા. એસ થમને આ ફિલ્મના ચાર્ટબસ્ટર ગીતોની રચના કરી હતી.

અલા વૈકુંઠપુરરામુલુએ 2020માં રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી હતી. આ ફિલ્મને 2020 માં Sankranti Award 2020 એનાયત કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનની 'આલા વૈકુંઠપુરરામુલુ'એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 85 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે અમેરિકામાં $2 મિલિયનનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં, નિર્માતાઓને અલા વૈકુંઠપુરમુલ્લુની બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવાની પૂરી આશા છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને ચાહકો કેટલા ઉત્સાહિત છે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.