સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (13:02 IST)

કેનેડા જનારા ભારતીયો માટે ખુશખબર : શરૂ થઇ રહી છે ડાયરેક્ટ ફ્લાઈટ્સ

GOOD NEWS FOR INDIANS
કેનેડાએ કોરોના સંક્રમણના કારણે મૂકેલા પ્રતિબંધોમાં હવે થોડી ઢીલ મૂકી છે. કેનેડા સરકારએ 27 સપ્ટેમ્બરથી ભારતથી આવનારી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે 27 સપ્ટેમ્બરથી ફરીથી કેનેડા માટે ભારતીય ફ્લાઇટો ઉડી શકશે. કોરોનના કારણે અનેક મહીનાઓથી પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લી વખતે ફ્લાઇટો પર આ પ્રતિબંધને 26 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો, પરંતુ હવે અહીંની સરકારએ પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે.