ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2016 (13:03 IST)

એશ્વર્યા રાય બચ્ચન પોતાના ભૂતપૂર્વ પ્રેમી સલમાનના સમર્થનમાં...

ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના પૂર્વ બોયફ્રેન્ડ અને બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના સમર્થનમાં ઉતરી છે. અત્યાર સુધી સલમાન સામે જોવાનું પણ ટાળતી ઐશે રિઓ ઓલિમ્પિકસ માટે ભારતના ગુડવિલ એમ્બેસેડર તરીકે સલમાનની નિમણૂકને જાહેરમાં સમર્થન કરતાં ભારે આશ્યર્ય સર્જાયું છે. 
 
મંગળવારે એક ઈવેંટમાં આ અંગે પૂછેલા સવાલના જવાબમાં એશ્વર્યાએ કહ્યુ "જો કોઈ દેશને રિપ્રેજેંટ કરી રહ્યુ છે તો સારી વાત છે. જો કોકી આપણા દેશના સ્પોર્ટ્સ, આર્ટસ કે મ્યુઝિક માટે કશુ કામ કરી રહ્યુ છે તો એ સારી વાત છે. માર ખ્યાલથી આ વંડરફુલ છે અને આ કામને ઓળખ આપવી જોઈએ."  ઉલ્લેખનીય છે કે ઘણાં માને છે કે એમ્બેસેડરની જવાબદારી કોઇ સ્પોર્ટ્સ આઇકોનને મળવી જોઇએ. જોકે, કેટલાક સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ, એકટર્સ અને રાજકારણીઓ સલમાનની નિમણૂકના ઇન્ડિયન ઓલિમ્પિકસ એસોસિએશનના નિર્ણયને સમર્થન આપ્યું છે.