1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 મે 2025 (12:44 IST)

એશ્વર્યા રાય સિંદૂર અને સાડી પછી નવા લુકમાં છવાઈ ગઈ, આઉટફિટને કારણે થંભી ગઈ સૌની નજર

દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો નજારો રજૂ કર્યો. સાડી પછી, હવે કાન્સના તેના બીજા દિવસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે. ઐશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર ભવ્ય એન્ટ્રી કરી કે તરત જ બધાની નજર તેના લુક પર ટકેલી હતી. આ અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પોતાના સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એક જ વારમાં શો મા છવાઈ ગઈ.  આ દરમિયાન, તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કાન્સના બીજા દિવસે તેની પુત્રી આરાધ્યાનો હાથ પકડીને જોવા મળી રહી છે.
 
સાડી પછી બ્લેક ગાઉનમાં જોવા મળી એશ્વર્યા રાય 
એશ્વર્યા રાયનો એક નાનકડો વીડિયો ઈંટરનેટ પર સામે આવ્યો છે. જેમા તે પોતાની પુત્રી આરાધ્યા સાથે દેખાય રહી છે.  ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, માતા-પુત્રીની જોડી હોટલમાંથી બહાર આવતી જોવા મળે છે. આરાધ્યા તેની માતાનો હાથ પકડીને જોવા મળે છે, જ્યારે ઐશ્વર્યા તેની કાર તરફ ચાલતી જોવા મળે છે. જતા પહેલા, ઐશ્વર્યાએ ત્યાં ઉભેલા ચાહકોનું તેના સુંદર સ્મિત સાથે સ્વાગત કર્યું અને ફોટા પડાવ્યા. તેણી કાળા રંગનો ગાઉન અને તેના પર સફેદ ઓવરસાઈઝ શ્રગ પહેરેલી જોવા મળી હતી. ગ્લોબલ સ્ટાર ઐશ્વર્યા રાયે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના કાળા ગાઉનમાં રેડ કાર્પેટ પર શો ચોરી લીધો.

 
એશ્વર્યા રાયનો હાથ પકડતી જોવા મળી આરાધ્યા  
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે કાળા પોશાકમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બુધવારે બોલિવૂડ દિવા ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મનીષ મલ્હોત્રાની ડિઝાઇનર બનારસી સાડીમાં પોતાની સુંદરતાનું પ્રદર્શન કર્યું હતું. બીજા એક વીડિયોમાં, માતા અને પુત્રી વચ્ચેનો સુંદર બંધન જોવા મળ્યો.