રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2024 (12:54 IST)

Divorce: એશ્વર્યા સાથે છુટાછેડાના સમાચાર પર પહેલીવાર બોલ્યા અભિષેક બચ્ચન, કહ્યુ - સોરી

abhishek bachchan
abhishek bachchan
છેલ્લા કેટલા મહિનાઓથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અણગમો અને છુટા પડ્યા હોવાની વાતો બોલીવુડમાંથી આવી રહી હતી.  જોકે તાજેતરના રિપોર્ટ દ્વ્વારા સંકેત મળે છે કે અભિષેકે પોતાની સગાઈની અંગૂઠી બતાવીને ચોખવટ કરતા કહ્યુ કે તે એશ્વર્યા સાથે હજુ રિલેશનમાં છે.  છુટાછેડાની અફવાને નકારી દીધી. 

અભિષેક બચ્ચને યૂકે મીડિયા સાથે એક ઈંટરવ્યુમાં છુટા પડવાની ચાલી રહેલ વાતો પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે પોતાના લગ્નની અંગૂઠી બતાવી અને ચોખવટ કરી કે તે હજુ પણ પરિણિત છે. અભિષેકે અફવાનો જવાબ આપતા કહ્યુ, મને એ વિશે કશુ પણ કહેવુ નથી. દુખની વાત છે કે તમે બધાએ એ વાતને મીઠુ મરચુ ઉમેરીને રજુ કરી છે.  હુ સમજુ છુ કે તમે આવુ કેમ કરો છો. તમારે કરવુ જ પડશે. કેટલીક સ્ટોરીઓ બનાવો. આ ઠીક છે અમે સેલિબ્રિટી છીએ. અમે આને લેવુ જ પડશે. ક્ષમા કરો. 
 
ઉલ્લેખનીય છે કે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 11 વર્ષ થઈ ચુક્યા છે.  કપલે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા.  એ સમયે એશ્વર્યા 33 તો અભિષેક 31 વર્ષના હતા. અભિનેત્રી પતિ કરતા વયમાં બે વર્ષ મોટી છે. તેમની એક પુત્રી આરાધ્યા છે.