શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (14:49 IST)

#Akshay Kumarગુટખા કંપનીની એડ માટે અક્ષય કુમારે માંગી માફી, કહ્યું- હું ફરી ક્યારેય નહીં આવું

અક્ષય કુમારે ગુટખા કંપની વિમલની જાહેરાત માટે ચાહકોની માફી માંગી છે અને આ જાહેરાતમાંથી ખસી જવાનો નિર્ણય પણ લીધો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

હાલમાં જ અક્ષય કુમાર આ એડમાં અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે જોવા મળ્યો હતો. ત્યારથી અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમારના મોટી સંખ્યામાં ચાહકો આ બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આ નારાજગીને દૂર કરવા માટે અક્ષય કુમારે આ મોટો નિર્ણય લીધો છે.
માફીપત્રમાં તેમણે કહ્યું છે કે, તેઓ આ જાહેરાત માટે મળેલી ફી સમાજસેવા માટે ખર્ચશે. જોકે, માફી માગ્યા બાદ પણ લોકોમાં આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો અને લોકોએ જાતભાતની પ્રતિક્રિયા આપી હતી.
 
અનેક લોકોએ અક્ષય કુમારની માફીના વખાણ કર્યાં છે.
 
સૌરવ ગુર્જરે અક્ષય કુમારના નિર્ણયને મહાન ગણાવ્યો તો રિચા લેખરા કહ્યું વેલ ડન