બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified રવિવાર, 15 મે 2022 (00:51 IST)

Akshay Kumar ની કોરોના રિપોર્ટ આવી પોઝીટીવ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવુ થયુ કેન્સલ

Akshay Kumar Covid 19 Positive: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા એકવાર ફરી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તાજેતરમાં જ અક્ષય કુમારે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તએની રિપોર્ટ કોવિડ-19 પોઝીટિવ આવ્યો છે.  અક્ષય કુમારે પોતે આની ચોખવટ કરી છે. તેમણે એક ટ્વીટ કર્યૂ જેમા પોતાના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. 
 
અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 રદ કરવામાં આવ્યો છે. એટલે કે, હવે અભિનેતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ નહીં હોય. તેઓ એઆર રહેમાન, પૂજા હેગડે, શેખર કપૂર અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવાના હતા. અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તે ફેસ્ટિવલમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો.
 
અક્ષય કુમારે તેની પોસ્ટમાં લખ્યું- 'ખરેખર કાન્સ 2022માં ઈન્ડિયા પેવેલિયનમાં અમારા સિનેમા માટે ખૂબ જ ઉત્સુક હતો.  પરંતુ, દુ:ખદ રૂપે મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આરામ કરીશ તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અનુરાગ ઠાકુર. ત્યા જવાથી ચૂકી ગયો. 
 
અક્ષય કુમારની કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી મળ્યા બાદ ઘણા સેલેબ્સે તેમને ઝડપથી સાજા થવા માટે શુભકામના પાઠવી છે.  ઘણા યુઝર્સે અક્ષયની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે અને ઝડપથી સાજા થવાની વાત કરી છે. અભિનેતાની પોસ્ટ પર ઘણા સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે.