ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (18:18 IST)

કાશ્મીર પહોચ્યા અક્ષય કુમાર, BSF જવાનો સાથે કર્યો ભાંગડા ડાંસ

બોલીવુડ અભિનેતા  અક્ષય કુમાર (Akshay Kumar) ના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોઝ-વીડિયોજમાં અક્ષય કુમાર બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ભારતીય સેનાના અન્ય જવાનો સાથે જોવા મળી રહ્યા છે. અક્ષય કુમારના આ ફોટોઝ અને વીડિયોઝ ફેંસને ખૂબ પસંદ પડી રહ્યા છે. 
 
કાશ્મીરમાં અક્ષય કુમાર 
એક બાજુ અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેયર કરી છે, તો બીજી બાજુ બીએસએફના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલાક ફોટા અને વીડિયો પણ શેયર કરવામાં આવ્યા છે. ફેન્સને આ ફોટા અને વીડિયો ખૂબ જ ગમી રહ્યા છે અને તે કોમેન્ટ બોક્સમાં અભિનેતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે.
અક્ષય કુમારના પ્રોજેક્ટ્સ 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ  અક્ષયની ફિલ્મ બેલ બોટમની રિલીઝ ડેટની જાહેરત કરવામાં આવી છે, આ ફિલ્મ 27 જુલાઇએ થિયેટરોમાં રિલીઝ થશે. આ સાથે, એક તરફ બાજુ જ્યા અક્ષય થોડા સમય પહેલા સુધી રામ સેતુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા તો બીજી તરફ તેમણે ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. અતરંગી રે માં સારા અલી ખાન અને ધનુષ તેમની સાથે જોવા મળશે. આ સિવાય અક્ષયની સૂર્યવંશી પણ રિલીઝ માટે તૈયાર છે, પરંતુ કોવિડને કારણે તેની રિલીઝ અટકી છે. આ બધી ફિલ્મોની સાથે અક્ષય કુમાર પાસે પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને રક્ષાબંધન પણ છે