શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 10 મે 2017 (11:40 IST)

અક્ષય કુમારની ફિલ્મનુ ટાઈટલ સાંભળીને PM મોદી કેમ હસી પડ્યા

અક્ષય કુમાર વર્તમાન દિવસોમાં ખૂબ ખુશ છે. તાજેતરમાં જ તેમને બોલીવુડમાં વર્ષોની મહેનત પછી તેમનો પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે અને હવે તેમની સાથ્હે એક વધુ એવી ઘટના બની જેનાથી તેમનુ દિલ ખીલી ઉઠ્યુ.  અક્ષય કુમારે પ્રધાનમંત્ર્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમને એક ફિલ્મ વિશે બતાવ્યુ જેનુ નામ સાંભળીને પ્રધાનમંત્રી મોદીના ચેહરા પર પણ સ્માઈલ આવી ગઈ.  ઉલ્લેખનીય છેકે અક્ષય કુમારે મોદીને પોતાની ફિલ્મ "ટૉયલેટ એક પ્રેમ કથા" નુ નામ જેવુ બતાવ્યુ કે પીએમ મોદી હસી પડ્યા.  અક્ષયે પીએમ મોદી સાથે પોતાનો એક ફોટો શેયર કરતા લખ્યુ છે કે પીએમ મોદીની આ મુસ્કાને તેમનો દિવસ યાદગાર બનાવી દીધો.