1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2023 (12:34 IST)

વાવાઝોડા મિચૌંગમાં ફસાયા આમિર ખાન, 24 કલાક પછી આપી આ માહિતી

Cyclone Michaung: બોલીવુડ સુપરસ્ટાર આમિરખાન આંધ્ર પ્રદેશના તટ પર બાપટલાની પાસે ચક્રવાત મિચૌગના આવવાને કારણે ચેન્નઈના પૂરમાં ફસાયેલા હતા. જો કે 24 કલાક સુધી ફસાયા રહ્યા પછી અભિનેતાને બચાવી લેવામાં આવ્યો છે. તમિલ અભિનેતા વિષ્ણુ વિશાલે મંગળવારે પોતાના એક્સ એકાઉંટ પર શેયર કરી જેમા બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન પણ જોવા મળી રહ્યા છે. 
 
અભિનેતાએ રેસક્યુ સાથે જોડાયેલ તસ્વીરો શેયર કરી. જેમા તેઓ અને આમિર એક નાવડી પર જોવા મળી રહ્યા છે અને તેની આસપાસ બચાવ વિભાઅગના લોકો છે. વિષ્ણુ વિશાળે લખ્યુ, 'અમારા જેવા ફસાયેલા લોકોની મદદ કરવા માટે અગ્નિશમન અને બચાવ વિભાગનો આભાર. કરાપક્કમમાં બચાવ અભિયાન શરૂ થઈ ગયુ છે. 3 નાવડી પહેલાથી જ કામ કરી રહી છે. આવા મુશ્કેલ સમયમાં તમિલનાડુ સરકાર દ્વારા મહાન કાર્ય, એ બધા પ્રશાસનિક લોકોનો આભાર જે સતત કામ કરી રહ્યા છે. 
 
આ પહેલા વિષ્ણુએ પોતાની આપવીતી શેયર કરી હતી. અભિનેતાએ એક્સ પર શેયર કરી હતી. પાણી મારા ઘરમાં  ઘુસી રહ્યુ છે અને કરાપક્કમમાં પાણીનુ સ્તર ભયંકર વધી રહ્યુ છે. મે મદદ માટે ફોન કર્યો છે. ન તો વીજળી,  ન તો વાઈફાઈ, ન તો ફોન સિગ્નલ કશુ જ નથી. ફક્ત એક અગાશી પર એક વિશેષ પોઈંટ પર મને કેટલાક સંકેત મળે છે. આશા કરુ છુ કે મને અને અહી હાજર અનેક લોકોને કંઈક મદદ મળશે. હુ સમગ્ર ચેન્નઈમાં લોકો માટે #સ્ટ્રેસ્ટ્રોંગ અનુભવ કરી શકુ છુ. 
 
આમિર પોતાની માતાની સારવાર દરમિયાન તેમની દેખરેખ માટે અસ્થાયી રૂપથી ચેન્નઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મિચૌંગ એક ભીષણ વાવાઝોડુ છે જે બંગાળની ખાડી ઉપર મંડરાય  રહ્યુ છે. આ વાવાઝોડુ આંધ્ર પ્રદેશ તરફ વધતા પહેલા તમિલનાડુના ઉત્તરી તટ તરફ વધી ગયુ છે.