સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 11 ઑક્ટોબર 2023 (11:18 IST)

Amitabh birthday અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસે જાણો તેમના વિશે રસપ્રદ વાતો

amitabh
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ રહ્યા છે. અહીં તમને જણાવીએ બિગ બી વિશે 70 એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ.
 
1. તેમણે આર્ટ્સમાં ડબલ માસ્ટર્સની ડીગ્રી મેળવેલી છે.
 
2. તેઓ એન્જીનિયર બનીને ઈન્ડિયન એર ફોર્સમાં જોડાવા માંગતા હતાં.
 
3. તેમણે કોલકત્તાની શો એન્ડ વેલેસ શિપિંગ કંપનીમાં એક એક્સિક્યુટિવ તરીકે કામ કર્યું હતું અને બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેઈટ બ્રોકર તરીકે પણ કામ કરેલું છે.
 
4. તેમનો પહેલો પગાર 500 રૂપિયાનો હતો.
 
5. તેમણે પોતાની પહેલી કાર તરીકે એક સેકન્ડ હેન્ડ ફિઆટ કાર વસાવી હતી અને તે પણ કોલકત્તામાં.
 
6. તેમની વાસ્તવિક અટક શ્રીવાસ્તવ છે, પણ તેમના પિતાએ બચ્ચન નામ અપનાવતા અમિતાભે પણ એ જ અટક રાખી છે.
 
7. તેમની ઊંચાઈ 74 ઈંચ અથવા 1.88 મિટર છે. તેઓ હિન્દી સિનેમાના સૌથી ઊંચા એક્ટર છે.
 
8. તેમના પિતાએ તેમનું નામ અમિતાભ (ક્યારેય સમાપ્ત ન થતું તેજ) રાખતા પહેલા તેમના માટે ઈન્કિલાબ (ક્રાંતિ) નામ વિચારતા હતાં.
 
9. તેમણે 1969માં મૃણાલ સેનની 'ભુવન શોમે' નામની ફિલ્મમાં વોઈસ નરેટર તરીકે ફિલ્મોમાં એન્ટ્રિ લીધી હતી.
 
10. સુનિલ દત્તે અમિતાભ બચ્ચનને એક મૂંગાના રોલ માટે 'રેશ્મા ઔર શેરા'માં લીધા હતાં કારણ કે તે સમયના પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીએ તેમની મિત્ર નરગીસને અમિતાભની ઓળખાણ આપતો પત્ર લખ્યો હતો.
 
11. કલ્યાણી-આનંદજીએ બિગ બીને તેમના સંઘર્ષના દિવસોમાં મદદ કરી હતી અને પ્રકાશ મેહરા સાથે તેમની મુલાકાત પણ કરાવી હતી.
 
12. સંઘર્ષના દિવસો દરમિયાન અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી હતી. જ્યારે પણ તેઓ આ સ્થળેથી પસાર થાય છે ત્યારે આ બેન્ચનો ઉલ્લેખ ચોક્કસ કરે છે.
 
13. ડાયરેક્ટર સત્યજીત રે 1977માં આવેલી ફિલ્મ 'શતરંજ કે ખિલાડી' ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અવાજ વાપર્યો હતો.
 
14. તેમના પહાડી અવાજને કારણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં બે વાર તેમને નકારવામાં આવ્યા હતા. મુંબઈમાં રેડિયોના કુશળ કલાકાર અમિન સયાનીએ પણ તેમને રિજેક્ટ કર્યા હતાં.
 
15. 'સાત હિન્દુસ્તાની' તેમની પહેલી ફિલ્મ હતી.
 
16. તેમની પહેલી ફિલ્મમાં તેમને 1000 રૂપિયાની એક્ટિંગ ફી અને તિનુ આનંદ સાથેની જીવનભરની મિત્રતા મળી હતી.
 
17. કોમેડિયન મેહમુદ પણ બિગ બીના કપરા દિવસો દરમિયાન તેમના માર્ગદર્શક હતા અને તેમને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા પણ આપી હતી.
 
18. 'ઝંઝિર' જેવી સુપરહિટ ફિલ્મ આપતા પહેલા અમિતાભ બચ્ચને સતત 12 ફ્લોપ ફિલ્મો આપી હતી.
 
19. તેમનું ફેવરિટ ઓન સ્ક્રિન નામ વિજય હતું અને લગભગ 20થી વધુ ફિલ્મોમાં તેમના પાત્રનું નામ વિજય હતું. તેમના માટે સામાન્ય રીતે બોલાતું અન્ય નામ અમિત છે.
 
20. તેઓ જયા બચ્ચનને પુણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં મળ્યા હતાં અને પછી 'ગુડ્ડી'ના સેટ પર મળ્યા હતાં.
 
amitabh
21. અમિતાભ બચ્ચને લાંબા પ્રેમસંબંધો બાદ 1973માં પ્રેમિકા જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતાં. નાદિરા અને રિશીકેષ મુખર્જી તેમના રોમાન્સના સાક્ષી રહ્યા હતાં.
 
22. અમિતાભ અને જયા બચ્ચન એકમાત્ર રિઅલ-લાઈફ કપલ છે જેમણે લગભગ 30 વર્ષ સુધી ઓન સ્ક્રિન એકસાથે કામ કર્યું છે- એક નજરથી લઈને કભી ખુશી કભી-લગ્ન 28 વર્ષ પછી સુધી.
 
23. તેઓ એક માત્ર અભિનેતા છે, જેમની 1971માં આવેલી ફિલ્મ 'આનંદ' અને 1988માં આવેલી ફિલ્મ 'શહેનશાહ' સુધી દરેક વર્ષે તેમની ઓછામાં ઓછી એક ફિલ્મે સિલ્વર જ્યુબિલી જોઈ છે. 1987માં તેમણે 'જલવા' ફિલ્મમાં કેમિયો રોલ સિવાય એકપણ ફિલ્મ નહોતી કરી.
 
24. તેમણે અન્ય કોઈ પણ અભિનેતા કરતા વધુ ડબલ રોલ ભજવ્યા છે. 'મહાન'માં તેમણે ટ્રિપલ રોલ કર્યાં છે.
 
25. જાણીતા ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર માટે સૌથી વધુ નોમિનેશન્સ બિગ બીના નામે છે.
 
26. શશી કપૂરની ફિલ્મ 'ઉત્સવ' અને જેકી શ્રોફની ફિલ્મ 'કિંગ અંકલ' માટે મૂળ પસંદગી અમિતાભ બચ્ચન હતાં.
 
27. 1999માં આવેલી 'લાલ બાદશાહ' તેમની એવી છેલ્લી ફિલ્મ હતી જેમાં નિરૂપા રોયે તેમની માતાનો રોલ કર્યો હતો.
 
28. 'મૃત્યુદાતા' દ્વારા 90ના દસકાના અંતમાં કમબેક કર્યા બાદ તેમને બિગ બી નામ મળ્યુ હતું.
 
29. 'ખુદા ગવાહ'ના શૂટિંગ દરમિયાન અફઘાનના પ્રેસિડન્ટે અમિતાભને તેમના દેશની એર ફોર્સ દ્વારા સુરક્ષા આપી હતી. અફઘાનિસ્તાનના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મનો રેકોર્ડ આ ફિલ્મના નામે છે.
 
30. બિગ બી હંમેશા કહે છે કે કોઈપણ હિન્દી ફિલ્મ એક્ટ્રેસ વહિદા રહેમાન કરતા વધુ સુંદર નથી. 
 
31. સલીમ-જાવેદએ 'મિસ્ટર ઈન્ડિયા' ફિલ્મ અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને લખી હતી. 
 
32. 'સિલસિલા' ફિલ્મના ગીત રંગ બરસે અને 'આલાપ' ફિલ્મના અમુક લિરિક્સ ડો. હરિવંશરાય બચ્ચને લખ્યા હતાં. તે સિવાય 'અગ્નિપથ'ની કવિતા પણ તેમણે જ લખી હતી. 
 
33. તેઓ એકમાત્ર અભિનેતા છે જેમણે પોતાની ફિલ્મની જ રિમેકમાં હિરો અને ખલનાયક તરીકે કામ કર્યું છે. 
 
34. તેઓ સંપૂર્ણ શાકાહારી છે અને શરાબનું સેવન નથી કરતાં. 
 
35. અમિતાભ બચ્ચન પોતાના બન્ને હાથે એક સમયે એકસરખું કામ કરી શકે છે.
 
36. ઈન્ડિયન કોમિક કેરેક્ટર સુપ્રિમો તેમના પર આધારિત છે.
 
37. જયા બચ્ચન ઘણી વાર એવુ કહેતા સંભળાયા છે કે, "અમિતજી એકાંતપ્રિય છે."
 
38. લંડનના મેડમ તુસાદ મ્યુઝિમમાં જેની મીણની પ્રતિમા મૂકાઈ હોય તેવા પહેલા એશિયન એક્ટર છે. 2009માં ન્યૂ યોર્ક અને હોંગ કોંગમાં પણ અન્ય મીણ પ્રતિમાઓ મૂકાઈ હતી. 
 
39. 2001માં અમિતાભ બચ્ચનને ઈજીપ્તમાં યોજાયેલા એકેલઝાન્ડ્રિયા ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટર ઓફ ધ સેન્ચ્યુરીનું સન્માન અપાયુ હતું.
 
40. બીબીસી ન્યૂઝ પોલમાં તેમને એક્ટર ઓફ ધ મિલેનિયમનો ખિતાબ અપાયો હતો જે ભૂતકાળમાં ચાર્લી ચેપ્લિન અને મરલોન બ્રાન્ડોને અપાયો હતો. 
amitabh
41. 2003માં તેમને ફ્રેન્ચ ટાઉન ઓફ ડિઉવિલેની સન્માનિત સિટિઝનશીપ અપાઈ હતી.
 
42. પ્લેનેટ હોલિવૂડના ઓપનિંગ સમયે બ્રુસ વિલિસે એક વાર કહ્યુ હતું કે, મિસ્ટર બચ્ચન કોઈ પણ હોલિવૂડ સ્ટાર કરતા મોટા છે. 
 
43. 2001માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતાં. 
 
44. નવી સદીની શરૂઆતમાં જ્યારે તેમની પાસે કામ નહોતું ત્યારે તેમણે યશ ચોપરાને પોતાને કામ આપવા માટે ફોન કરીને કહ્યુ હતું અને તે પછી 'મોહબ્બતે' બની હતી.
 
45. તેઓ અસ્થમાના દર્દી છે. 
 
46. મિસ્થાનિયા ગ્રાવિસ નામની એક સ્નાયુઓની બિમારીથી પણ પીડાય છે. 
 
47. એક જીવલેણ અકસ્માત અને સ્નાયુઓના ડિસઓર્ડર હોવા છતાં, 'અક્ષ' ફિલ્મમાં તેમણે 30 ફૂટની ઊંચાઈએથી કૂદકો મારીને સ્ટંટ કર્યો હતો. 
 
48. 31મી ઓક્ટોબર, 2006મા રોજ, તેમણે માત્ર 5 કલાકમાં 23 સીન શૂટ કરીને 'શૂટઆઉટ એટ લોખંડવાલા'ના યુનિટને ચોંકાવી દીધુ હતું. 
 
49. તેમની દીકરી શ્વેતા, નિખિલ નંદાને પરણેલી છે, જેની માતા રાજ કપૂરની દીકરી હતાં. 
 
50. મિસ્ટર બચ્ચનને સાનુકૂળતા પસંદ છે. તેમના ઘરમાં ઈટાલિયન મારબલનું ફ્લોરિંગ છે, બાથરૂમ ફિટિંગ્સ ફ્રાન્સ અને જર્મનીના છે. 
 
51. એવું કહેવાય છે કે, તેમના બન્ને બંગલા 'પ્રતિક્ષા' અને 'જલસા'ની કુલ કિંમત 160 કરોડ જેટલી છે. 
 
52. રસપ્રદ વાત એ છે કે, જલસા બંગલો બિગ બીને ભેટમાં મળેલો હતો. 
 
53. અમિતાભ બચ્ચનને સૂટ બહુ જ ગમે છએ. તેમની ફેવરિટ સૂટ બ્રાન્ડ ગબ્બાના છે. તેઓ છેલ્લા 30 વર્ષથી અમિતાભ માટે સૂટ ડિઝાઈન કરે છે. 
 
54. તેમના સૂટ માટેનું કાપડ ખાસ ઈટાલીથી લવાય છે, દોરા ફ્રાન્સથી અને બટન ઈંગ્લેન્ડથી લવાય છે. 
 
55. તેમની ફેવરિટ બ્રાન્ડ ફ્રાટેલી રોઝેટ્ટી છે, જેની કિંમત લગભગ 35,000થી શરૂ થાય છે.
 
56. બિગ બી પાસે 11 ગાડીઓ છે જેમાં લેક્સસ, બે બીએમડબલ્યુ અને 3 મર્સિડિઝ છે. 
 
57. તેમની ફેવરિટ કાર લેક્સસ છે જે બુલેટપ્રુફ છે. આ કારના ટાયર રેડિઅલ છે, જે સામાન્ય રીતે ફોર્મ્યુલા 1 રેસમાં વપરાય છે. દરેક ટાયરની કિંમત 2.5 લાખ હોય છે.
 
58. શ્વેતા અને અભિષેક જ્યારે નાના હતાં ત્યારે તેઓ અમિતાભને તેમની સ્કૂલમાં ન આવવા માટે કહેતા કારણ કે તેમની હાજરીથી સ્કૂલમાં ખળભળાટ મચી જતો હતો.
 
59. બિગ બીને ઘડિયાળ કલેક્ટ કરવાનો શોખ છે. એવું કહેવાય છે કે તેઓ ક્યારેય પોતાની ઘડિયાળ રિપીટ નથી કરતા. તેમની ફેવરિટ બ્રાન્ડ લોન્જાઈનેસ છે, જે લગભગ 2 લાખની હોય છે.
 
60. તેમનો બીજો શોખ પેન ભેગી કરવાનો છે. તેમની પાસે લગભગ એક હજારથી વધુ પેનનો સંગ્રહ છે. મોન્ટ બ્લેન્ક દર વર્ષે તેમના જન્મદિવસે તેમને એક નવી ખાસ પેન ભેટમાં આપે છે.
 
61. મિસ્ટર બચ્ચનને લંડન અને સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લેવી ગમે છે.
 
62. તેમના ઘરમાં જ્યારે પણ કોઈ સભ્ય મેગેઝિન કે અખબાર વાંચવા માટે લે છે ત્યારે રજીસ્ટરમાં સાઈન કરીને લે છે. જેમ કે, જો બિગ બીએ મેગેઝિન વાંચવા માટે લીધુ હોય તો તેઓ રજીસ્ટરમાં મેગેઝિનના નામ સામે એબી લખશે, અભિષેક જેએબી લખશે અને ઐશ્વર્યા એઆરબી લખશે.
 
63. લંડનમાં તેઓ સેન્ટ જેમ્સ કોર્ટમાં રહેવું પસંદ કરે છે જે બકિંગહામ પેલેસથી પાંચ મિનીટના અંતરે સ્થિત છે. 
 
64. એડ પંડિતોના જણાવ્યા અનુસાર, એક કંપનીએ તેમને એકવાર 10 દિવસ માટે 10 કરોડ આપ્યા હતાં. અર્થાત, એક મિનીટના 7000 હજાર રૂપિયા.
 
65. તેમને બોલિવૂડ શબ્દ પસંદ નથી, તેઓ મોટાભાગે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શબ્દ વાપરે છે. 
66. તેમને આરાદ્યાને અપાયેલું બેટી બી નામ પણ નથી ગમતું. તેઓ તેને બિટીયા કહીને બોલાવવી પસંદ કરે છે. તેમની પત્ની જયા આરાદ્યાને સ્ટ્રોબેરી કહીને બોલાવે છે. 
 
67. 27મી જુલાઈ, 2012ના રોજ અમિતાભ બચ્ચનને લંડનના સાઉથવાર્કમાં ઓલિમ્પિકની મશાલ પકડવાનું સન્માન અપાયુ હતું. 
 
68. 'સાત હિન્દુસ્તાની' તેમની એકમાત્ર બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી.
 
69. 1995માં મિસ વર્લ્ડ બ્યૂટિ પેજન્ટ માટેના જજ રહ્યા હતાં. 
 
70. તેઓ બન્ને હાથે સારી રીતે લખી શકે છે.
 
71. - અમિતાભ બચ્ચન શુદ્ધ શાકાહારી હોવા ઉપરાંત, તેઓ સિગરેટ, દારૂ જેવી વસ્તુઓથી પણ દૂર રહે છે.
 
72. અમિતાભ બચ્ચનના જીવનની સૌથી મહ્ત્વપુર્ણ અને વ્હાલી વ્યક્તિ છે તેમની પૌત્રી આરાધ્યા. જેનો ચહેરો જોયા વગર તેઓ ક્યારેય ઘરની બહાર નીકળતા નથી