ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 24 નવેમ્બર 2015 (13:15 IST)

અમિતાભે પોતાની બીમારીનો ઉલ્લેખ કર્યો

બોલીવુડના સૌથી કૂલ અને ફિટ એક્ટર કહેવાતા અમિતાભ બચ્ચને હરિયાણાન ટ્યૂબરક્લોસિસ સમારંભ દરમિયાન પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યુ કે તેમને હેપેટાઈટ્સ બી નામની બીમારી છે અને તે છેલ્લા 20 વર્ષોથી આ બીમારીનો સામનો કરી રહ્યા છે. 
 
તેમણે જણાવ્યુ કે વર્ષ 1982માં આવેલ તેમની ફિલ્મ 'કુલી' ના શૂટિંગ દરમિયાન થયેલ દુર્ઘટના પછી તેમને 200 લોકોએ લોહી આપ્યુ હતુ અને લગભગ 60 બોટલ લોહી ચઢાવ્યુ હતુ. જેમાથી કેટલોક ભાગ હેપેટાઈટસ બી થી સંક્રમિત હતો. અને આ જ કારણે તેના લીવરનો ચોથો ભાગ જ કામ કરી રહ્યો છે અને 75 ટકા આ રોગથી સંક્રમિત થઈ ચુક્યો છે. 
 
ત્યારબાદ બિગ બીએ કહ્યુ કે તે હવે બિલકુલ ઠીક છે અને રોજનુ કામ સહેલાઈથી કરી લે છે. તેમણે બધા લોકોને નિવેદન કર્યુ કે તે પોતાના બાળકોને હેપેટાઈટસ બી નો ટીકો જરૂર લગાવે જેથી આ બીમારીને જડથી ખતમ કરી શકાય. 
 
અમિતાભે જણાવ્યુ કે તેમણે જ્યારે પણ સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ પરેશાની થાય છે તો તે ફક્ત ભારતના જ ડોક્ટર્સ પર વિશ્વાસ કરે છે. તેમને અમેરિકાના ડોક્ટર્સ પાસે પણ પોતાની સારવાર કરાવી હતી પણ એ બિલકુલ એવી જ હતી જેવી ભારતમાં કરવામાં આવે છે. 
 
અમિતાભ 23 નવેમ્બરના રોજ હેપેટાઈટ્સ બી ની વૈક્સિંગને લઈને હરિયાણામાં થયેલ જાગૃતતા કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઈવેંટમાં અમિતાભ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને અનેક વરિષ્ઠ ડોક્ટર્સ પણ સામેલ થયા હતા.