શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2017 (11:03 IST)

Kaun Banega Crorepati ની આગામી સીઝન હોસ્ટ કરવાના બિગ બી લેશે 3 કરોડ રૂપિયા !!

અભિનેતા અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝન હોસ્ટ કરવાના છે. આ શોની નવમી સીઝન છે. બિગ બીને આ શોના એક એપિસોડ માટે 2.75 થી ત્રણ કરોડ રૃપિયાની ફી ચૂકવવામાં આવશે એવા અહેવાલ છે. ચેનલે બિગ બી સાથે વાતચીત કર્યા બાદ તેમની ફી પણ વધારી આપવાની તૈયારી દાખવતાં બિગ બીએ આ શોના હોસ્ટનું પદ લેવાનો નિર્ણય કર્યો છે.
 
તમને જણાવી દઇએ કે, વર્ષ 2000 મા કૌન બનેગા કરોડપતિની શરૂઆત થઇ હતી, ‘કૌન બનેગા કરોડપતિ’ ને આ મુકામ પર પહોંચાડવામાં બિગ બીનો અભિનય અને તેમના અવાજનું મહત્વપૂર્ણ યોગદાન છે. જ્યારે આ શો શરૂ થયો હતો ત્યારે રામાયણ અને મહાભારત બાદ એવો પહેલો શો હતો. જેને જોવા માટે દર્શકો પોતાનું કામકાજ છોડીને શો દેખવા બેસી જતા હતાં. આ શોનાં બધા સીઝન ખુબ જ હીટ થયા છે. TRP ની દોડમાં પણ આ શો સૌથી આગળ રહ્યો હતો.