ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: જોધપુર: , મંગળવાર, 13 માર્ચ 2018 (13:02 IST)

શૂટિંગ દરમિયાન અમિતાભની તબિયત બગડી ...

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. તેઓ જોધપુરમાં શૂટિંગ કરી રહ્યા હતાં. જોધપુર જવા માટે મુંબઈથી ડોક્ટરની એક ટીમ ચાર્ટર્ડ પ્લેન મારફતે રવાના થઈ ગઈ છે. ડોક્ટરો દ્વારા ચેક કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે કે તેમને મુંબઈ લાવવામાં આવશે કે નહીં.
 
બિગ બીએ પોતાના બ્લોકમાં લખ્યું કે, તબિયત ખરાબ લાગી રહી છે. તેઓ સારવાર માટે મુંબઇ રવાના થશે. ખબરો અનુસાર, અમિતાભ એક ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ પરત ફરશે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ કેટલાક દિવસો પહેલા કોકિલાબેન હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું રૂટિન ચેકઅપ થયુ હતું.
 
સુત્રોના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન હોટલમાં પોતાની રૂમમાં જ છે અને આરામ કરી રહ્યા છે. તેમણે સવારે પાંચ વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું. તેમણે સવારે પાંચ વાગે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, પોતાના ડોક્ટરોની ટીમ સાથે મુલાકાત કરશે અને આરામ કરશે. તેમણે પોતાના બ્લોગમાં સવારે લખ્યું હતું કે, તેમને તબિયત ખરાબ હોવાનું લાગી રહ્યું છે. 
 
બિગ બીની તબિયત ખરાબ થવાના સમાચાર મીડિયામાં આવતાની સાથે જ અમિતાભ બચ્ચનનાં પ્રસંશકો હજારોની સંખ્યમાં જોધપુર એરપોર્ટ પર પહોંચી ગયા છે. ઘણા લોકો તેમની હોટલની આસપાસ પણ એકઠા થઇ ગયા છે. તમામ લોકો જાણવા ઇચ્છે છે કે, આખરે તમના પસદીદા સુપરસ્ચારને શું થયુ છે.