શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 23 જુલાઈ 2020 (20:15 IST)

પોતાના રિપોર્ટ અંગે ખોટા સમાચાર જોઈને આપતા બિગ બી થયા નારાજ, ટ્વિટ કરીને કહ્યુ બેજવાબદાર અને બનાવટી

નવી દિલ્હી. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલ કોરોના વાયરસ પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે.  તેઓ હોસ્પિટલમાં એડમિટ હોવા છતા પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોસ્ટ શેયર કરી ફેંસ સાથે જોડાયેલા રહે છે.  આ દરમિયાન એક સમાચાર આવ્યા છે કે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.  જોતજોતામાં આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. અમિતાભ બચ્ચની નજર તેના પર પડતા જ તેમણે ટ્વીટ કરીને આ સમાચાર સત્ય નથી અને ગૈરજવાબદાર અને ખોટા છે. 

 
અમિતાભ બચ્ચન  (Amitabh Bachchan) ની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને યૂઝર્સ તેના પર રિએક્શન પણ આપી રહ્યા છે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યુ કે "આ સમાચાર ખોટા, ખોટા અને બનાવટી છે." ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો કોરોના વાયરસની સારવાર નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહ્યો  છે. તેમની સાથે અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ હોસ્પિટલમાં છે. 
 
અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો રિપોર્ટ નેગેટિવ હોવાની વાત સાચી નથી અને હાલના સમયમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. જો કે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, આ જ કારણે તેણે આ ખોટા સમાચારો ફેલાવવા પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. અમિતાભ બચ્ચન પોતાની આરોગ્યની માહિતી ખુદ શેર કરતા રહે છે. આવી સ્થિતિમાં દરેક લોકો બચ્ચન પરિવારના તમામ સભ્યો સ્વસ્થ થાય અને બને તેટલી વહેલી તકે ઘરે પરત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.