રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2023 (12:02 IST)

હાર્ટ અટેકથી એક વધુ જાણીતા અભિનેતાનુ નિધન, ડેંગૂની ચાલી રહી હતી સારવાર

Brijesh Tripathi
Brijesh Tripathi
એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીથી હાલ એક વધુ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળ્યુ છે કે ભોજપુરીના સૌથી સીનિયર કલાકાર વૃજેશ ત્રિપાઠીનુ નિધન થઈ ગયુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે 72 વર્ષના વૃજેશ ત્રિપાઠીને 2 અઠવાડિયા પહેલા ડેંગુ થયો હતો. જ્યારબાદ મેરઠના એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બીજી બાજુ ડેંગૂ ઠીક થયા બાદ જ્યારે તેઓ થોડા દિવસ પહેલા મેરઠથી પોતાના ઘરે મુંબઈ પહોચ્યા તો રાત્રે અચાનક તેમને હાર્ટ એટેક આવી ગયો, જ્યારબાદ તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ અફસોસ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. વૃજેશ ત્રિપાઠીના નિધનના સમાચાર સામે આવ્યા પછી ભોજપુરી ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે.

બ્રિજેશ ત્રિપાઠીનુ કરિયર 
તમને જણાવી દઈએ કે બ્રિજેશ ત્રિપાઠીને ભોજપુરીના 'ગોડફાધર' કહેવામાં આવતા હતા. તેઓ ભોજપુરી સિનેમા સાથે એ જમાનાથી જોડાયેલા છે જ્યારે ભોજપુરીમાં માત્ર થોડી ફિલ્મો જ બની હતી. ભોજપુરી સિનેમાના એ જમાનાથી લઈને આજ સુધી બ્રિજેશ ત્રિપાઠીએ સેંકડો ફિલ્મોમાં કામ કરીને અભિનય દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. ભોજપુરી ફિલ્મો તેના વિના અધૂરી લાગે છે. બ્રિજેશ ત્રિપાઠીએ 11 સપ્ટેમ્બર, 1978 ના રોજ હિન્દી ફિલ્મ 'ટેક્સી ચોર' થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં હતા અને ઝરીના વહાબ નાયિકા હતી. આ પછી મને રાજ બબ્બર સાથે બીજી ફિલ્મમાં કામ કરવાની તક મળી. જેનું નામ હતું ‘પાંચમો માળ’. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.