શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (18:19 IST)

સમુદ્ર કિનારે ક્રિકેટર પતિ સાથે અનુષ્કાની સેલ્ફી, તસ્વીરમાં વિરુષ્કાનો જોવા મળ્યો રોમાંટિક અંદાજ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મોટેભાગે કપલ ગોલ્સ આપતા રહે છે. બિઝી શેડ્યુલ વચ્ચે પણ વિરુષ્કા ખુદ માટે ટાઈમ કાઢી જ લે છે.  વીતેલા દિવસો દરમિયાન આ કપલ વેસ્ટઈંડિઝના પ્રવાસ પરથી મુંબઈ પરત ફરી છે.  જ્યા વિરાટે પોતાની ટીમ વિરુદ્ધ ટી 20, 50 ઓવર અને ટેસ્ટ મેચ રમ્યા હતા
 
આ વેસ્ટઈડિઝના પ્રવાસ દરમિયાન વિરુષ્કા ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન આ કપલની એક તસ્વીર વાયર્લ થઈ રહી છે.  અ તસ્વીરમાં વિરાટ અ જ્યા શર્ટલેસ છે તો બીજી બાજુ અનુષ્કા બિકિનીમાં બોલ્ડ દેખાય રહી છે. તસ્વીરમાં અનુષ્કા એક ખુરશી પર બેસી છે અને કોહલી તેમના ખોળામાં સૂઈને પોઝ આપી રહ્યા છે. 
 
આ તસ્વીરને વિરાટે પોતાના ઈસ્ટા એકાઉંટ પર શેયર કરી છે. આ સાથે જ તેમણે હાર્ટ ઈમોજી બનાવી છે. ફેંસ વિરાટ અનુષ્કાની આ રોમાંટિક તસ્વીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. 
 
કોહલીની પોસ્ટ પર ફેન્સ ભરેલ કોમેંટ્સ પણ કરી રહ્યા છે. એક ફેને લખ્યુ છે કે પ્યાર હોય તો આવો.. આ બંને લવ બર્ડસની જેમ. બીજી બાજુ એક ફેને લખ્યુ, સુપર કપલ દુઆ છે હંમેશા સાથે રહે. 
 
ફિલ્મોની વાત કરીએ તો અનુષ્કાએ ગયા વર્ષે શાહરૂખ ખાન સાથે ફિલ્મ જીરો કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાલ ન કરી શકી. આ ફિલ્મ પછી અનુષ્કાએ હાલ કોઈ ફિલ્મ સાઈન કરી નથી.