આર્યન ખાનની કબૂલાત, શાહરૂખ ખાનના પુત્રએ ડ્રગ્સ લેવાની વાત કબૂલી, NCBને જણાવ્યુ - હુ ચરસ લઉ છુ

aaryan khan
Last Modified શનિવાર, 9 ઑક્ટોબર 2021 (12:09 IST)
ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના સંબંધમાં ધરપકડ કરાયેલ આર્યન ખાન જેલમાં છે. શુક્રવારે ફોર્ટ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ હવે આર્યનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. દરમિયાન જાણવા મળ્યું છે કે આર્યન અને અરબાઝ મર્ચન્ટે
NCBની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે. આર્યને કહ્યું છે કે તે ચરસ પીવે છે અને ક્રૂઝ પાર્ટી દરમિયાન ચરસ પણ લેવાનો હતો. NCB એ કોર્ટમાં આપેલા પંચનામામાં જણાવ્યું છે કે સર્ચ દરમિયાન અરબાઝે જૂતામાંથી ડ્રગ્સનું પાઉચ કાઢી નાખ્યું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું.

કાર્યવાહી પહેલા NCB એ NDPSની ધારાઓ બતાવી
પંચનામા અનુસાર NCB અધિકારી આશિષ રંજન પ્રસાદે આર્યન અને અરબાઝને પૂછપરછ કરવાનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રસાદે બંનેને NDPS એક્ટની કલમ-50 વિશે સમજાવ્યું. NCB એ આર્યન અને અરબાઝને વિકલ્પ પણ આપ્યો કે જો તેઓ ઈચ્છે તો તેમની ચકાસણી ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટની સામે લઈ શકાય છે, પરંતુ બંનેએ ના પાડી દીધી.

આર્યન અને અરબાજે ડ્રગ્સ લેવાની વાત માની

પંચનામા મુજબ, તપાસ અધિકારીએ આર્યન અને અરબાઝને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ પ્રકારની નારકોટિક્સ ડ્રગ્સ છે ?
જવાબમાં બંનેએ પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની વાત કબૂલ કરી. NCBના અધિકારીઓને જણાવ્યુ કે તેમના જૂતામાં ચરસ છે. ત્યારબાદ અરબાઝે પોતાના પગરખાંમાં મુકેલી એક
ઝિપ લોક પાઉચને પોતે જ કાઢીને આપી દીધી.

બંનેયે પાઉચની અંદર કાળા રંગના ચિપચિપા પદાર્થ હતો. ડીડી કિટ દ્વારા તેની તપાસ કરવામાં આવી તો ચોખવટ કરી કે ચરસ છે. પંચનામાના મુજબ અરબાજે માન્યુ કે તે આર્યન સાથે ચરસનુ સેવન કરે છે અને તે આ ક્રૂઝ યાત્રામા ધમાલ કરવા માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ
જયારે આર્યન ખાનની પૂછપરછ કરવામાં આવી તો તેણે પણ કબૂલ કર્યુ કે આ ચરસ ક્રૂઝ પર યાત્રા દરમિયાન સ્મોકિંગ માટે હતી.આ પણ વાંચો :