'રઈસ'ની માહિરા એક સમયે દુકાનોમાં કચરા-પોતું કરતી હતી !
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની તાજેતરમાં રજુ થયેલી રઈસ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી રહી છે. શાહરૂખ સાથે ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ છે. માહિરા પાકિસ્તાનની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે. સાથે જ તેની સુંદરતાના આજે લાખો દિવાના છે. પણ તાજેતરમાં જ અવેલ મીડિયા સમાચાર મુજબ માહિરાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.
ઉલ્લેખનીય છે રિપોર્ટ્સ મુજબ ફિલ્મોમાં કામ કરતા પહેલા માહિરાએ વેટ્રેસ કામ પણ કર્યુ છે. આગળ વાંચો માહિરા વિશે આવી જ કેટલીક રસપ્રદ વાતો..
1. માહિરાના પિતા હફીઝ ખાનનો જન્મ દિલ્હીમાં જ થયો હતો. પણ છતા ભારત-પાકિસ્તાનના જુદા થયા પછી તે પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયા હતા.
2. માહિરાએ પોતાની સ્કૂલિંગ કરાંચીથી કરી હતી અને પછી આગળ વાંચવા માટે તે 17 વર્ષની વયમાં જ કેલિફોર્નિયા જતી રહી હતી. અભ્યાસ દરમિયાન માહિરાએ પાર્ટ ટાઈમ જૉબ માટે એક રેસ્ટોરેંટમાં વેટ્રેસનુ કામ કર્યુ છે. ફક્ત એટલુ જ નહી માહિરાએ એક દુકાન પર કેશિયરથી લઈને કચરા-પોતુ કરવાનુ કામ પણ કર્યુ હતુ.
3. માહિરાએ કૈલિફોર્નિયા યૂનિવર્સિટીમાં ઈગ્લિશ લિટરેટર માટે એડમિશન લીધુ હતુ. પણ પછી ફિલ્મોમાં કામ કરવા માટે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો.
4. માહિરાની મુલાકાત અલી અસ્કરી સાથે થઈ. એક વર્ષ સુધી અસ્કરીને ડેટ કર્યા પછી માહિરાએ તેની સાથે લગ્ન કર્યા.
5. માહિરા અને અસ્કરીએ 8 વર્ષ સાથે રહ્યા પછી વર્ષ 2015માં છુટાછેડા લીધા. બંનેનો એક પુત્ર પણ છે જે માહિરા સાથે રહે છે.
6. માહિરાને સૌથી મોટો બ્રેક ફિલ્મ 'બોલ' દ્વારા મળ્યો. ત્યારબાદ માહિરાએ ટીવી શો હમસફર કર્યો. જ્યારબાદ તે મોટી સ્ટાર બની ગઈ.