શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 16 જુલાઈ 2021 (13:29 IST)

Bhushan Kumar Rape Case: ભૂષણ કુમાર પર રેપનો આરોપ, કામ અપાવવાને બહાને કર્યો રેપ

Bhushan Kumar Rape Case : ટી-સીરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. ભૂષણ કુમાર વિરુદ્ધ આ રેપ કેસ મુંબઇની ડીએન નગર પોલીસે નોંધ્યો છે. એવો આરોપ છે કે ભૂષણ કુમારે ટી-સિરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપી 30 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
 
પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભૂષણ કુમારે તેનો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આવુ  પહેલીવાર નથી જ્યારે ભૂષણ કુમાર પર આ પ્રકારના આરોપ લાગ્યો હોય.  આ પહેલા મીટૂ આંદોલન દ્વારા મોડેલ મરિના કુંવરે પણ  ભૂષણ કુમાર પર શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.