સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:10 IST)

વિપ્લવ દેવના વિવાદિત બોલ - એશ્વર્યા ભારતીય સુંદરી છે ડાયના હેડન નહી..

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે એક વાર ફરી વિવાદોમાં છે. પહેલા તેમને એવુ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે મહાભારતના સમયથી ઈંટરનેટ રહેલુ છે.  અંગ્રેજી છાપુ ટાઈમ્સ ઓફ ઈંડિયા મુજબ હવે તેમણે એશ્વર્યા રાય અને ડાયના હેડનની તુલના કરતા ડાયેનાને ભારતીય સુંદરી માનવાથી ઈનકાર કરી દીધો છે.  તેમણે કહ્યુ કે ડાયના હેડન ભારતીય સુંદરતાનુ પ્રતિનિધ્વ કરતી નથી  ફક્ત એશ્વર્યા રાય ભારતનુ આ મામલે પ્રતિનિધિત્વ કરે છે.  મિસ વર્લ્ડ અને મિસ યૂનિવર્સ જેવા આયોજન પર પણ તેમને સવાલ ઉભો કરતા કહ્યુ છે કે આ ફક્ત વિદેશી માર્કેટને ધ્યાનમાં રાખીને આયોજીત કરવામાં આવી રહ્યુ છે..
 
અગરતલ્લામાં એક ડિઝાઈન વર્કશોપના આયોજન દરમિયાન તેમણે કહ્યુ ભારતીય સુંદરતા ભગવાનની જેમ લાગે છે. જેવી કે લક્ષ્મી અને સરસ્વતી. ડાયના હેડન એવી નથી લાગતી અને મિસ વર્લ્ડનો તાજ તેના માથા પર ન હોવો જોઈએ તે તેને લાયક નથી. મુખ્યમંત્રી વિપ્લવ દેવે કહ્યુ કે આ બધુ ફિક્સ પ્લાન હેઠળ હોય છે. 
 
આંતરરાષ્ટ્રીય બજાર ભારતીય બજારને ધ્યાનમાં રાખીને આ પ્રકારનુ આયોજન કરે છે. ભારતીય મહિલાઓ સૈપૂ અને બીજી કોસ્મેટિક વસ્તુઓ ઉપયોગ નથી કરતી. આપણે આપણા વાળ માટીથી ધોઈએ છીએ.  બ્યુટી કૉન્ટેસ્ટ જેવા આયોજન 125 કરોડની વસ્તીનો બજાર જોઈ રહી છે. હવે આ પ્રકારના આયોજનમાં ભારતીય મહિલાઓને સ્થાન નથી મળતુ. આંતરાષ્ટ્રીય બજારે હવે તેના પર પોતાનો દબદબો કાયમ કરી લીધો છે.