બોક્સ ઓફિસ પર બોલીવુડના બે ટકલાની ટક્કર, આયુષ્યમાનની બાલા સાથે ટકરાશે ઉજડા ચમન

Last Modified ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (18:34 IST)
નવેમ્બરના પહેલા અઠવાડિયે પર એક ખૂબ મજેદાર ટક્કર જોવા માટે તૈયાર થઈ જાવ.
આ વખતે ટક્કર થશે એવી બે ફિલ્મોની જેના મુખ્ય પાત્ર જવાનીમાં જ ટાલ પડવાના શિકાર થઈ જાય છે.

જાણવા મળ્યુ છે કે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'બાલા' ની રિલીઝ ડેટ બદલી દેવામાં આવી છે. એવુ કહેવાય છે કે 'બાલા'ના મેકર્સને ડર હતો કે એક જ સ્ટોરીલાઈન પર બનેલ સની સિંહની ફિલ્મ 'ઉજડા ચમન'
તેમને બોક્સ ઓફિસ પર નુકશાન પહોંચાડી શકે છે.

'બાલા' માં આયુષ્યમાન એક એવા વ્યક્તિના પાત્રમાં જોવા મળશે, જે સમય પહેલા જ ટાલ પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફિલ્મને અમર કૌશિકે ડાયરેક્ટ કરી છે.

ફિલ્મ પહેલા 22 નવેમ્બરના રોજ રજુ થવાની હતી પણ આ દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખની ફિલ્મ મરજાવા પણ રજુ થઈ રહી હતી. પછી મેકર્સેએ બંને ફિલ્મોને ક્લેશથી બચાવવા માટે તેની રજુઆત તારીખ 15 નવેમ્બરના રોજ કરી દીધી. પણ હવે તેને 7 નવેમ્બરના રોજ દેશભરના સિનેમાઘરોમાં રજુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સોનુ કે ટીટુ કી સ્વીટી ફેમ સની સિંહ સ્ટારર ઉજડા ચમન પણ એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે વયના ત્રીજા પડાવ પર છે અને ટાલનો શિકાર થવા માંડે છે. આ ફિલ્મને અભિષેક પાઠકએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રજુ થઈ રહી છે.

'બાલા' નુ ટ્રેલર આજે રજુ થયુ છે. જે ખૂબ મજેદાર છે. રજુ થવાના થોડાક જ મિનિટમાં ટ્રેલરને લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. તમે પણ જુઓ ટ્રેલરઆ પણ વાંચો :