પ્રિયંકા ચોપડા પોતાના પાલતૂ કૂતરા સાથે ન્યૂયોર્કના એક ઈવેંટમાં પહોંચી, સાચવવુ થયુ મુશ્કેલ

priyanka
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 9 ઑક્ટોબર 2019 (18:35 IST)

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની અનેકવાર ન્યૂયોર્કના રસ્તાઓ પરથી તસ્વીરો સામે આવે છે. તાજેતરમાં જ પોતાના ફેશન સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેનારી પ્રિયંકા ફરીથી ન્યૂયોર્કમાં જોવા મળી. આ વખતે તેની તસ્વીરો વાયરલ થવાનુ કારણ હતુ તેનુ લુક અને તેની સાથે તેનો પાલતુ ડોગી. પ્રિયંકા ચોપડા એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી જ્યા તેની સાથે ડાયના પણ હતો.
priyanka
આ દરમિયાન પ્રિયંકાએ પહેલા કૂતરાને ખોળામાં લીધુ હતુ અને ત્યારબાદ વૉક કરાવતી જોવા મળી.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાનો પાલતૂ ડૉગી પણ તેમની જેમ જ ફેમસ છે. એટલુ જ નહી આ ડોગીનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પણ છે.

જેના લાખો ફોલોઅર્સ છે. અનેકવાર પોતાના કપડાની ચર્ચામાં આવેલ આ ડૉગ પ્રિયંકાને ખૂબ ગમે છે અને પ્રિયંકા ચોપડા અનેકવાર તેની સાથે સ્પોટ થઈ છે.
priyanka
પ્રિયંકાએ આ દરમિયાન વાઈટ મિડી ડ્રેસ પહેરી રાખી હતી. જેના પર પિંક ફુલ બનેલા હતા. આ ડ્રેસમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.
પ્રિયંકનઓ ડોગી સાથેનો ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

તસ્વીરો પરથી લાગી રહ્યુ છે કે પ્રિયંકાને ડાયનાને સાચવવો મુશ્કેલ થઈ રહ્યુ હતુ અને આ માટે અભિનેત્રીને ખૂબ મહેનત કરવી પડી.


આ પણ વાંચો :