બુધવાર, 6 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 જૂન 2019 (12:27 IST)

પ્રિયંકા ચોપડાએ ગોલ્ડન સાડીમાં બતાવ્યો પોતાનો ગ્લોબલ અવતાર, વીડિયો જોઈને ઉડ્યા ફેંસના હોશ

પ્રિયંકા ચોપડા જોનસ અવારનવાર ચર્ચામાં રહે છે.  એકવાર ફરી પ્રિયંકા ચોપડાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં પ્રિયંકાનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. ફોટોમાં પ્રિયંકાએ બૈકલેસ બ્લાઉઝ સાથ ગોલ્ડન સાડી પહેરેલ જોવા મળી રહી છે. આ ફોટોને પ્રિયંકાએ પોતાના ઈસ્ટાગ્રામ પર શેયર કરતા ખૂબ મજેદાર કૈપ્શન આપ્યુ છે. 
 
પ્રિયંકાએ પોતાની બૈકલ્સ સાડીવાળી ફોટો શેયર કરતા લખ્યુ છે કે ફેશન ગ્લોબલ કલ્ચરનો એક  મહત્વપૂર્ણ ભાગ છે સદીઓથી ચાલી આવતી પરંપરાથી ઉત્પન્ન થાય છે અને બદલતી ઋતુ સાથે ચેંજ થતો રહે છે.   સાડી જે ભારતીય સંસ્કૃતિ અને પ્રતિષ્ઠિત માન્યતાથી પ્રાપ્ત સિલ્હટોમાંથી એક છે.  સાડીની કરચલીઓમાં જ તેની સુંદરતા ચંચળતા અને સ્ત્રીત્વનુ પ્રતીક છે. હુ તેને પહેરીને ખૂબ જ ગર્વ અનુભવી રહી છુ. 
ઉલ્લેખનીય છે કે પ્રિયંકાની ફોટો ફેમસ મેગેઝિન માટે કરાવેલ ફોટોશૂટ છે. પ્રિયંકાએ ઈનસ્ટાઈલ મેગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યુ છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફોટોશૂટમાં પ્રિયંકા ચોપડાએ એક ખૂબસૂરત ગોલ્ડન કલરની સાડી પહેરી છે. ન્યુડ મેકઅપ સાથે તેમણે પોતાના લાંબા કાળાવાળને ખુલ્લા છોડ્યા છે.  આ ફોટોશૂટમાં પ્રિયંકા ખૂબ સુંદર દેખાય રહી છે. સાડીમાં ફોટોશૂટ દરમિયાન તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.