મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 8 મે 2019 (11:43 IST)

Met Gala 2019: પ્રિયંકા ચોપડાના જે ગાઉનની ઉડી રહી છે મજાક, તેની કિમંત 45 લાખ, નિકની ઘડિયાળ બેશકિમતી

ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ હૉલમાં મેટ ગાલા 2019નુ આયોજન થયુ. દુનિયાભરના સિતારા આ કાર્યક્રમમાં ભાગ લીધો. ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ પણ આ ઈવેંટનો ભાગ બની. આ વખતે ગાલાની થીમ કૈપ નોટ્સ ઓન ફેશન હતી. આ થીમને કારણે પ્રિયંકાએ અહી ડિયોર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ સોફ્ટ પેસ્ટલ ગાઉન પહેર્યુ. થાઈ હાઈ સ્લિટ આ ગાઉનને તેમણે શિમરી ટાઈટ્સ પહેર્યા હતા. તેના આ ગાઉનમાં પિંક અને યેલો ફેદર લાગેલા હતા. 
પ્રિયંકા અહી પોતાના પતિ નિક જોનસ સાથે પહોંચી હતી. જેવી જ આ ઈવેંટની તસ્વીરો સામે આવી તો ફેંસે પ્રિયંકાનુ સોશિયલ મીડિયા પર મજાક બનાવવુ શરૂ કરી દીધુ. તેના આ વિચિત્ર આઉટફિટ અને લુક પર મીમ્મ બનવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાના જે લુકનુ મજાક બની રહ્યુ છે તેની કિમંત લાખોમાં હતી. 
પ્રિયંક ચોપડાએ  'Dior'  ગાઉનની કિમંત 45 લાખ રૂપિયા બતાવાઈ રહી છે. બીજી બાજુ આ સાથે તેણે જે ડાયમંડ ઈયરરિંગ પહેર્યા હતા તેની કિમંત લગભગ 10 લાખ રૂપિયાની આસપાસ છે. પ્રિયંકાનુ લુક છોડો, જો તમે તેના પતિ નિક જોનસની ઘડિયાળની કિમંત જાણશો તો તમે વિશ્વસ નહી કરો. 
નિક જોનસ અહી સફેદ રંગના સૂટમાં જોવા મળ્યા. ચમકીલા હીરા જેવી શર્ટ સાથે તેમણે પ્રિયંકાના આઉટફિટ સાથે મેચ ખાતા ચમકીલા જૂતા પહેર્યા હતા. પોતાના લુકને વધુ ક્લાસી બનાવવા માટે તેમણે ઘડિયાળ પહેરી રાખી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘડિયાળ 38 કૈરેટ હીરાથી જડેલી હતી. તેને  White Gold દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેની કિમંત લગભગ 20 લાખથી વધુ હતી.