સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 5 એપ્રિલ 2023 (11:13 IST)

Brahmastra Part 2-3 - બ્રહ્માસ્ત્ર 2 અને 3ની રિલીઝ ડેટ જાહેર

Brahmastra Part 2 વર્ષ 2022માં, અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર ભાગ 1 રિલીઝ થઈ હતી. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, શાહરૂખ ખાન અને મોની રોયે પોતાના અદ્દભૂત અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી અને વિશ્વભરમાં ઘણી કમાણી કરી. આ ફિલ્મને લઈને ડિરેક્ટર અયાન મુખર્જીએ મોટી જાહેરાત કરી છે.
 
'બ્રહ્માસ્ત્ર' 2 અને 3 ક્યારે રિલીઝ થશે?
આ બંને પાર્ટને એકસાથે શૂટ કરવામાં આવશે. આ સાથે દર્શકોને એ પણ જણાવવામાં આવ્યું છે કે પાર્ટ-2 અને પાર્ટ-3 ક્યારે રિલીઝ થશે. તરણ આદર્શના ટ્વિટ અનુસાર, 'બ્રહ્માસ્ત્ર' ભાગ-2: દેવ ડિસેમ્બર 2026માં અને ભાગ-3 ડિસેમ્બર 2027માં રિલીઝ થશે.
 
આયાન મુખરજીએ જાહેરાત કરી હતી કે તેની ફિલ્મનો બીજો ભાગ ડિસેમ્બર 2026માં રિલીઝ થશે, જ્યારે ત્રીજો અને અંતિમ ભાગ એક વર્ષ પછી એટલે કે 2027માં થિયેટર્સમાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે.