ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: બુધવાર, 15 જૂન 2022 (12:25 IST)

Brahmastra Trailer: આલિયા ભટ્ટે રિલીઝ કર્યુ બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર

Brahmastra Trailer: આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir kapoor) ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર  (Brahmastra) નું  પ્રથમ ટ્રેલર બુધવારે રિલીજ કરી નાખ્યુ છે. આલિયા ભટ્ટએ પોતાના  સોશિયલ મીડિયા અકાઉંટસ પર શેયર કર્યુ  છે. વીડિયોમાં VFXનો જોરદાર ઉપયોગ અને સ્ટાર્સના લાર્જર દેન લાઈફ લુક જોવા મળે  છે
. તે સિવાય  સ્ટોરી વિશે અંદાજો આ ટ્રેલર પરથી મળી રહ્યો છે.  
 
ટ્રેલરની સ્ટોરીની વાત કરીએ તો અનેક શસ્ત્રોથી જે મળીને બને છે તેને બ્રહ્માસ્ત્ર કહે છે, અને એ બ્રહ્માસ્ત્ર સાથે રણબીર કપૂરનો સીધો સંબંધ બતાવ્યો છે.   રણબીર જે ફિલ્મમાં શિવાનુ પાત્ર ભજવી રહ્યો છે તેનો આગ સાથે જૂનો સંબંધ બતાવાયો છે. આગ તેની પાસે આવે છે પણ તેને દઝાડતી નથી. આગ સાથે પોતાના સંબંધોથી અજાણ શિવા આલિયા ભટ્ટને પ્રેમ કરવા માંડે છે. 
 
પરંતુ અંધારાની રાણી અને અંધેરા બ્રહ્માસ્ત્રની શોધમાં તેમના સુધી પહોંચી જાય છે. ટ્રેલરમાં અનેક પાત્ર બતાવ્યા છે જે બ્રહ્માસ્ત્રની રક્ષા કરતા દેખાય રહ્યા છે. પણ શિવા જે ખુદ એક અગ્નિ શસ્ત્ર છે બ્રહ્માસ્ત્રને ખોટા હાથમાં જતા રોકવાની તે એક મુખ્ય કડી છે.  બીજી બાજુ ડગલે પગલે અમિતાભ બચ્ચન જે એક ગુરૂની ભૂમિકા ભજવી રહ્યા છે એ તેમને સાચો માર્ગ બતાવતા  જોવા મળશે. 
 
ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. બંનેને એક સાથે જોવા માટે ફેંસ ખૂબ બેકરાર છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કિનેની, મૌની રૉય પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ  રજુ થઈ રહી છે.