બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 3 ડિસેમ્બર 2018 (14:28 IST)

Kapil Sharma Marriage - કપિલ શર્માના લગ્નમાં જુઓ ક્યા ક્યા VIP મેહમાન આવશે.. બે લોકોને મળ્યુ છે વિશેષ આમત્રણ

કૉમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથના લગ્નમાં અનેક વીઆઈપી મહેમાન સામેલ થઈ શકે છે. બીજી બાજુ બે લોકો સહિત અનેક હસ્તિયોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યુ છે. અને તેમના લગ્નમાં સહર્ષ સામેલ થવાની વાત પણ કહેવામાં આવી રહી છે.  કપિલના લગ્નનુ બજેટ પણ લીક થઈ ગયુ છે. 
 
અમૃતસરના રહેનારા કપિલ શર્મા 12 ડિસેમ્બરના રોજ ગિન્ની સાથે જાલંધરમાં પરિણય સૂત્રમાં બંધાય જશે.  લગ્નમાં સામેલ થવા માટે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવજોત સિહ સિદ્ધુ, બિગ બી અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત સિને જગતની અને વિવિધ રાજનીતિક દળના નેતાઓને નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે.  કપિલ શર્મા જાતે જઈને આ લોકોને કાર્ડ આપીને આવ્યા છે. 
કપિલ શર્માના લગ્નમાં બે હજાર જાનૈયાઓ જોડાશે. મેહમાનોની યાદી રીતસર કમ્યુટરમાં નોંધવામાં આવી છે.  બધા જાનૈયાઓને લગ્નના કાર્ડ સાથે સ્કેન કાર્ડ પણ આપવામાં આવ્યુ છે. આ કાર્ડને સ્કેન કરતા જ તેમની બધી વિગત સ્ક્રીન પર આવશે.  ત્યારબાદ જ સુરક્ષા કર્મચારી જાનૈયાઓને વિવાહ સ્થળ સુધી જવાની મંજુરી આપશે.   બીજી બ આજુ લગ્નમાં આવેલ પાંચ મહેમાન એક સુરક્ષા કર્મચારીની નજરમાં રહેશે. 
 
રસપ્રદ એ છેકે ધ કપિલ શર્મા શો માં મહત્વનુ પાત્ર ભજવી રહેલ સુનીલ ગ્રોવર એટલે કે ગુત્થીને પણ લગ્નનુ કાર્ડ મોકલવામાં આવ્યુ છે. આ કાર્ડ કપિલ શર્મા પોતે તેમના ઘરે જઈને આપી આવ્યા છે. કપિલે તેમને લગ્નને જરૂર આવવા કહ્યુ છે.  સુનીલે પણ લગ્નમાં આવવાની હા પાડી છે. જો કે થોડા સમય પહેલા કપિલ અને સુનીલ વચ્ચે વિવાદના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ સુનીલે ખુદને કપિલના શો થી અલગ કરી દીધા હતા. 
 
કોમેડી કિંગના લગ્નમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે એ માટે અમૃતસ સ્થિત હોલી સિટી અને રંજીત એવન્યુમાં કપિલ અને તેમની બહેનના ઘરની આસપાસ 100થી પણ  વધુ બાઉંસર ગોઠવવામાં આવશે. આ બધુ સુરક્ષા માટે જ નહી પણ કોઈ મહેમાન પણ સેલ્ફી.. ફોટો કે વીડિયો ન બનાવી શકે એ માટે પણ કરાયુ છે.  જો કોઈ મેહમાન આવુ કરશે તો સુરક્ષા કર્મચારી મોબાઈલ છીનવીને ડેટા ડીલીટ કરવામાં બિલકુલ સમય નહી લગાવે. 
 
સમાચાર મુજબ કપિલ શર્માએ લગ્નમાં બોલીવુડ, રમત અને રાજનીતિ જગતના અનેક હસ્તિઓને આમંત્રણ આપ્યુ છે. બીજી બાજુ લગ્નમાં મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ જેવા તમામ કલાકાર કપિલના લગ્નમાં હાજરી આપી શકે છે.  ટૂંકમાં કપિલના લગ્નમાં 200થી વધુ ખાસ મહેમાન સામેલ થશે.  કપિલ 14 ડિસેમ્બરના રોજ મુંબઈમાં શાનદાર રિસેપ્શન આપશે.  જેથી લાગે છે કે લગ્નનુ શેડ્યૂલ ખૂબ હૈક્ટિક રહેશે.