રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 11 નવેમ્બર 2023 (13:27 IST)

Chandra Mohan Death: દિગ્ગ્જ ફિલ્મ અભિનેતાનુ નિધન

Chandra Mohan passes away
Chandra Mohan passes away
 Chandra Mohan passes away: તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેતા ચંદ્રમોહનનું 82 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અભિનેતાને હૃદય સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 
ચંદ્ર મોહન હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં હૃદય સંબંધિત સ્થિતિની સારવાર લઈ રહ્યા હતા. અહેવાલ છે કે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો અને સવારે 9:45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.
 
ટોલીવૂડમાં શોકનું વાતાવરણ છે.ચંદ્ર મોહન તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓને છોડી ગયા છે. તેઓ પીઢ ફિલ્મ નિર્માતા કે વિશ્વનાથના પિતરાઈ ભાઈ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રમોહનના અંતિમ સંસ્કાર સોમવારે એટલે કે 13 નવેમ્બરે હૈદરાબાદમાં કરવામાં આવશે. બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતાના આકસ્મિક નિધનથી ટોલીવુડ શોકમાં ગરકાવ છે. સોશિયલ મીડિયા પર લોકો આ પીઢ કલાકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  સાથે જ ફેન્સ  તેમની  ફિલ્મોને યાદ કરી રહ્યા છે.