સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (14:11 IST)

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના, ફેન્સને ટ્વીટ કરીને જણાવ્યું કેવી છે તબિયત

સાઉથના સુપરસ્ટાર એક્ટર ચિરંજીવી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ચિરંજીવીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ફેન્સને આ અંગે જાણકારી આપી છે. ચિરંજીવીએ લખ્યું, 'પ્રિય સૌ, તમામ સાવચેતીઓ હોવા છતાં હું ગઈકાલે રાત્રે હળવા લક્ષણો સાથે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરાવવાની અપીલ છે. ટૂંક સમયમાં ફરી એકવાર તમને મળવા માટે આતુર છું.'