રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (11:43 IST)

નિર્માતા મનીષ શાહે કાર્તિક આર્યનને કેમ કહ્યું 'અનપ્રોફેશનલ', વાંચો આખો મામલો

આ દિવસોમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'શહેજાદા' માટે ચર્ચામાં છે. શાહજાદા એ અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી રિમેક છે, પરંતુ તાજેતરમાં પ્રખ્યાત નિર્માતા મનીષ શાહે કાર્તિક વિશે એક મોટી વાત કહી છે. તેણે અભિનેતાને અનપ્રોફેશનલ જણાવ્યો છે.
 
કાર્તિક આર્યન તેની 'શહેજાદા'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું પ્રથમ  શેડ્યુલ દિલ્હીમાં શૂટ કરાયુ. હવે હિન્દીમાં આ ફિલ્મની રીલિઝ રદ કરવામાં આવી છે. હવે મનીષ શાહે દાવો કર્યો છે કે તેણે આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવા પાછળ બે કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મનીષ શાહે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મામલો ત્યારે શરૂ થયો જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ના હિન્દી ડબ વર્ઝનની રિલીઝની જાહેરાત કરવામાં આવી. કાર્તિક આર્યન પણ આ જાહેરાતથી નારાજ હતો કારણ કે તેની હિન્દી ડબ કરેલી રિલીઝની તેની ફિલ્મ 'શહેજાદા' પર મોટી અસર પડશે.